ભારતદેશ મહાન... Bharat Poem by Mehta Hasmukh Amathaal

ભારતદેશ મહાન... Bharat

Rating: 5.0

ભારતદેશ મહાન
શુક્રવાર,22 ફેબ્રુઆરી 2019

ના રાખો લડાઈ નો ઉન્માદ
દેશ ની અંદર ના હોવો જોઈએ વિખવાદ
બધા એક સુર થી વખોડે આતંકવાદ
પછી ભલે રાખતા હોય મન માં પ્રાંતવાદ।

આજે દુશ્મન ઉઠાવે ફાયદો
નથી આવતો વચમાં કોઈપણ કાયદો
માનવતાવાદી સંગઠનો ઉઠાવશે વાંધો
પણ આ તો બની ગયો છે એમનો ધંધો।

મહત્વ ની રાજકીય પાર્ટી ઓ વિરોધી સુર ઉઠાવી રહયા છે
એમને લાગે છે આનાથી એમને ચૂંટણી માં ફાયદો થશે
પણ નથી જાણતા કે દેશ ને કેટલો ગેરફાયદો થશે?
આવનારી પેઢીઓ ને આનો અંદાજ આવતો જશે।

કરવો છે દુશ્મન ને સીધો દોર
ભલે પછી એનો ગુંજતો રહે દયા માટે શોર
આખી દુનિયા માં એનો બહિષ્કાર કરવા નો સુર ઉઠી રહ્યો છે
ભારત ના સપૂતો ના બલિદાન માટે દેશ એકજુટ થઇ રહ્યો છે।

આજે સમય આવી ગયો છે જવાબ આપવાનો
દેશ ને પોતાની શક્તિ નો પરિચય આપવાનો
અને દુશ્મન ના દાંત ખાટા કરવાનો
ભારતદેશ મહાન છે અને મહાન જ રહેવાનો।

હસમુખ અમથાલાલ મહેતા

ભારતદેશ મહાન... Bharat
Friday, February 22, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success