ભવ નું ભાથું
શુક્રવાર,17 નવેમ્બર 2018
મારે નથી જોઈતું કોઈનું પરાયુ ધન
બસ મને મળે એટલું જેટલું તપાવું તન
પાડું પરસેવો ભર ઉનાળે
પછી કેમ જાય મારી મેહનત એળે.
પ્રભુ ના હોય ચાર હાથ સદા
રાખે આપને શીખે થી અને આપે સંપદા
જીવન માં હોય સાદગી નો સ્વાદ
પછી માણતા રહો શાંતિ નો આસ્વાદ।
જીવન જીવવું ભલે અઘરું હોય
પણ એમાં માનવતા ભળી હોય
એક બીજા પ્રત્યે અસીમ પ્રેમ હોય
જ્યા એક બીજાની પૂછપરછ થઇ હોય।
સંસાર માં નિર્વાહ અગત્ય નો પ્રશ્ન
ઘણા લોકો જીવે અને મનાવે જશ્ન
ઘણા લોકો મરી મરી ને જીવે
જીવન નો અર્થ જ ના સમજી પાવે।
આવું મહેકતું જીવન આપણ ને આશીર્વાદ થી મળ્યું
કેટલા ભાવ ના ચક્કર કાપ્યા પછી ફળ્યું
હવે બીજા ભવ નો ચક્કર ના કાપવો પડે
તે માટે ભાવ માં ભાથું બાંધવું પડે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આવું મહેકતું જીવન આપણ ને આશીર્વાદ થી મળ્યું કેટલા ભાવ ના ચક્કર કાપ્યા પછી ફળ્યું હવે બીજા ભવ નો ચક્કર ના કાપવો પડે તે માટે ભાવ માં ભાથું બાંધવું પડે। હસમુખ અમથાલાલ મહેતા