ભવોભવ નું ભાથું
બુધવાર,2 ઓક્ટોબર 2019
વા વાયા અને વાદળ ઉમટયા
બે હૈયા એકબીજા ને ભેટયા
વાચા આપી દિલ ને સમજ્યા
દિલ માં પ્રેમ ના અંકુર ફૂટયા।
આવી જ હતી સમજણ
પ્રીતમાં ડોકાણુ બાળપણ
હવે દિલ થનગની રહ્યુ થવા સગપણ
રહી ના શકે હવે એક પળ।
જીવન માં આવી એક નાજુક ક્ષણ
ના વિચારવું રહ્યું પણ ને બણ
જીવતર ની આજ છે સોનેરી પળ
એને જોઈએ માવજત અને સંભાળ।
જો જો ના પહુંચે એને કોઈ ઠેસ
રહી જશે મન માં એક અંદેશ
એક બીજા માટે મારી ફિટજો
રાખજો સંબંધ નો મલાજો।
પળ પળ ઘણી લાગે વસમી
ચોટ પણ થઇ જાય કારમી
એના થી ઉગરતા વરસો લાગે
જીવન માં વૈરાગ્ય આવતો ભાસે।
આ વાજીવન માં રાખવો સંકલ્પ મોટો
કદી આવી ના જાય વિચાર ખોટો
નહિ મળે કદી માનવતા નો જોટો
બાકી તો ક્યાં છે દુશ્મની નો તોટો?
નીર વહે ખળખળ પ્રેમ ના
એક બીજાના વચન ના
સાથે જીવીશું, સાથે મરીશું
ભવોભવ નું ભાથું, ભેગુ કરીશું।
હસમુખ અમથાલાલ મહેતા
Courgtesy: Madhubani paintings
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
નીર વહે ખળખળ પ્રેમ ના એક બીજાના વચન ના સાથે જીવીશું, સાથે મરીશું ભવોભવ નું ભાથું, ભેગુ કરીશું। હસમુખ અમથાલાલ મહેતા Courgtesy: Madhubani paintings Hasmukh Amathalal