બીજાની પરવા
રવિવાર,3 ફેબ્રુઆરી 2019
માની જા ને મનવા
તારે હવે પ્રભુ ને ભજવા
સ્વજનો ને પણ ત્યજવા
શીદ ને કરવી બીજાની પરવા।
કરી લે વિચાર પરભવ નો
ફરી ને અસફળ ગયો ફેરો
સુધારી ના શક્યો ભવ ને
હવે શાને કોસે મન ને?
ભૂખ્યા ને તેં તરછોડયા
તરસ્યા ને તેં અવગણ્યા
પોતે જ આરોગ્યા ભાવતા ભોજન ને
ના પીરસ્યા પણ સ્વજન ને।
દુભવ્યા તેં દિલ બીજાના
અવગણ્યા તે મોટા ને નાના
ગરીબો ની ઉડાડી મજાક
તું કદી ના રહ્યો સજાગ।
હવે નહિ સરે કોઈ હેતુ
પણ મન કદી ના માનતું
પલકભર માં પૂરો થશે ભવ
જીવન નો આજ છે બધાને અનુભવ।
હસમુખ અમથાલાલ મહેતા
હવે નહિ સરે કોઈ હેતુ પણ મન કદી ના માનતું પલકભર માં પૂરો થશે ભવ જીવન નો આજ છે બધાને અનુભવ। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Tum Yang Hang Limbu 14 mutual friends