બોધપાઠ.. Bodhpath Poem by Mehta Hasmukh Amathaal

બોધપાઠ.. Bodhpath

Rating: 5.0

બોધપાઠ
ગુરુવાર,22 નવેમ્બર 2018

બધા જતા રહયા
મારી ગરીબી પર હસતા રહયા
મજાક ઉડાવી અને હીણપત નો ચાબુક માર્યો
હું તો ધરતી માં સમાઈ ગયો શરમ નો માર્યો।

ભગવાન ના કરે આવી વિવશતા કોઈ ને આવે
બધાને સાધનસંપન્ન નહિ પણ સરખા રાખે
કેવી રીતે મનુષ્ય માં સહિષ્ણુતા આવે?
જ્યારે ભૂખ ની પીડા આગ થઇ ને સતાવે।

બધાને બોધપાઠ આપવો ઘણો સહેલો
પણ મદદ કરવા આવે કોણ પહેલો?
ગરીબ પ્રત્યે બધા હમદર્દી રાખે
પણ સહેલાઇ થી સંબંધ ના બાંધે।

પ્રભૂ નો પણ અજબ છે ખેલ
કોઈ ને ત્યાં તો હોય રેલમછેલ
એમના ઘર માં હોય હર્ષોલ્લાસ
ગરીબ ના ઘર માં હોય ઉણપ અને ચીજ બધી ખલાસ।

આવા સમાજ માં સોહાર્દપૂર્ણ વાતાવરણ અશક્ય
એક બીજા વચ્ચે કેમ રાખવું ઐક્ય?
આપણી પ્રણાલી જ છે ભેદભાવ ભરી
ગરીબ ની તો જાને હસ્તીજ થઇ ગઈ પુરી।

હસમુખ અમથાલાલ મહેતા

બોધપાઠ.. Bodhpath
Thursday, November 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 November 2018

આવા સમાજ માં સોહાર્દપૂર્ણ વાતાવરણ અશક્ય એક બીજા વચ્ચે કેમ રાખવું ઐક્ય? આપણી પ્રણાલી જ છે ભેદભાવ ભરી ગરીબ ની તો જાને હસ્તીજ થઇ ગઈ પુરી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success