દરિદ્રતા
રવિવાર,24 જૂન 2018
મારી દરિદ્રતા ને તમે ના કોસો
તમને રહી જશે વસવસો
ફરી જશે મારા દુઃખ ના દિવસો
હું જ તમોને આપું છુ દિલાસો।
અભિમાન તો રાજા રાવણ નું પણ ના રહયું
સોનાની લંકા ને પણ રોળીને જ રહયું
તમે તો એક માટી ના પૂતળા છો
કુદરત નીઆગળ કેટલા વામણા છો!
કોઈ ની લાગણી ને ના દુભવશો
જો તેમ થશે તો દૌખો ના પહાડ ને નોતરશો
તમારું નંદનવન છિન્નભિન્ન જશે
કોઈ હાય તમોને ભસ્મીભૂત કરી દેશે।
હાડોહાડ અપમાન મને વિચલિત કરી દેતું
"મન માં બદલો લેવા" નીઆગ ને પ્રજ્જવલિત કરી દેતું
પણ બીજી જ ક્ષણે તેને સમાવી દેતું
"વેર નો બદલો વેર ના હોય"એમ સ્પષ્ટ પણે ફરમાવી દેતું।
કુદરત નું આ વિધાન છે
અફળ અને અકારણ તમારું અભિમાન છે
તમે ક્યારે ધરતીપાર આવી જશો તેનુ ભાન નથી
ગુમાન તો છે પણ વાસ્તવિકતા નો સ્વીકાર નથી।
ભગવાન પણ આંખો બંધ નથી કરી દેતો
ભક્તો ને જરાપણ આંચ નથી આવવા દેતો
બાકી રહ્યો વિવેક તે આપણે ચુકી ગયા
ક્ષણિક પામેલ લખમી ને પણ આપણે અપમાન કરી ગયા।
ઐશ્વર્ય પામો ને તો વૃક્ષ થઇ જશો
એના થી અંજાઇ ને અંધ ના થઇ જશો
એને પગ કરી જતા વાર નહિ લાગે
ક્ષણભર માં જ"દરિદ્રતા"આવશે તમારી પંડે।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Harpalsinh Vihol 1 mutual friend 1 Manage Like · Reply · 1m
welcome Sanjay Doshi 11 mutual friends 1 Manage Like · Reply · 1m
welcome Bikky kumar 1 Manage Like · Reply · 1m · Edited
hasmukh solanki 1 Manage LikeShow more reactions · 1m
welcome Manisha Mehta 31 mutual friends Friend Friends 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Bhadresh Bhatt Friend Friends