દેહાંતદંડ ની માગણી Dehant Poem by Mehta Hasmukh Amathaal

દેહાંતદંડ ની માગણી Dehant

Rating: 5.0

દેહાંતદંડ ની માગણી

રવિવાર,15 જુલાઈ 2018

બોલવું જોઈએ કૈંક
આ તો લાગી ગયું કલંક
છે ને કમાલ?
સારી છોકરી ને જોઈ ને કહી દીધું"છે અવ્વલ અને માલ"?

મારા પગ નીચે થી ધરતી સરકી ગઈ
મને લાગ્યુ મારી માની આબરૂં લેવાઈ ગઈ
મારી નજર નાની બહેન તરફ ગઈ
શું આજ છે આપણી સફાઈ?

મને ઘણી વખત ફરિયાદ મળતી
પત્ની ઘણીવાર મને કાન માં કહેતી
અમારી સલામતી ક્યાંય પણ દેખાતી નથી!
બહાર થી શરીફ દેખાતા માણસો નો જરાપણ ભરોસો નથી।

બહેન ની છેડતી થાય તો મરવા મારવા તૈયાર
બીજાની બહેન તમારા માટે યાર
આ તો કેવો છે આપણો અભિગમ?
ખાલી અને ખોખલોછે આપનો ભ્રમ।

જેની કોખ માં થી થઇ આપણી ઉત્પત્તિ
તેજ માતા માટે આપણ ને કેમ છે આપત્તિ?
કેમ તેની લાજ લેવાય છે ભરબજાર?
કેમ ધમધમે છે તેના દેહ નો વ્યાપાર?

આપણે બધા દોગલા છીએ
માનવજીવન માં કલંક સમાન છીએ
એજ દ્રષ્ટિ પણ તેમાં ખાલી વિકાર
એની કોખ માં આપણો જ લે છે આકાર।

શા માટે દેહાંતદંડ ની માગણી સભ્ય સમાજ કરે છે?
બધા લોકો આજે આ વિકૃતિ થી કેમ ડરે છે?
આપણા બધાનું આ માં એક્જ પ્રતિબિંબ છે
આગ માં સળગતું આપણા બધાનું બિહામણું બિમ્બ છે।

હસમુખ અમથાલાલ મહેતા

દેહાંતદંડ ની માગણી Dehant
Sunday, July 15, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Imelda Monserrat Masacupan 13 mutual friends Friend Friends

0 0 Reply

welcome Manisha Mehta 33 mutual friends Friend Friends

0 0 Reply

welcome Deepak Kumar Dey 239 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

શા માટે દેહાંતદંડ ની માગણી સભ્ય સમાજ કરે છે? બધા લોકો આજે આ વિકૃતિ થી કેમ ડરે છે? આપણા બધાનું આ માં એક્જ પ્રતિબિંબ છે આગ માં સળગતું આપણા બધાનું બિહામણું બિમ્બ છે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success