ધન ની ચિંતા.....Dhan Poem by Mehta Hasmukh Amathaal

ધન ની ચિંતા.....Dhan

Rating: 5.0

ધન ની ચિંતા
ગુરુવાર,29 નવેમ્બર 2018

જીવન છે તો સંગત છે
સંગત છે તો ગમ્મત છે
ગમ્મત છે તો રમત છે
રમત છે તો હિમ્મત છે।

હિમ્મત નો હું કાયલ
તેનો રહું હું ઘાયલ
પછી કોઈ ના પૂછે સવાલ
અને થાય કદી ના બબાલ

જીવન માં વિષ ના હું ઘોળું
અમૃત નું કરું પાન અને ભાળું
અમી ના છાંટણા વરસાવું
કદી કોઈ ને ના તરસાવું।

આવું મોંઘેરું જીવન
તેને રાખું સદા સજીવન
સત્યનો રહુ આગ્રહી આજીવન
હંમેશા રાખું જીવન મધુર અને પાવન।

જીવન માં આવે કદી પડતી
અથવા આવી પડે એકાએક ચડતી
ઘણાને સમજ માં જ ના આવે
પાછી વળી ધન ની ચિંતા સતાવે।

હસમુખ અમથાલાલ મહેતા

ધન ની ચિંતા.....Dhan
Thursday, November 29, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 November 2018

જીવન માં આવે કદી પડતી અથવા આવી પડે એકાએક ચડતી ઘણાને સમજ માં જ ના આવે પાછી વળી ધન ની ચિંતા સતાવે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success