ધનવિહીન Dhanvihin Poem by Mehta Hasmukh Amathaal

ધનવિહીન Dhanvihin

ધનવિહીન

ધનવિહીન નિર્ધન નથી
માનવતા નિર્બળ નથી
બધા ધનવાન સબળ નથી
બસ માનવી જ જીવે છે કળ થી।

ભગવાને ઈચ્છા શક્તિ આપી છે
ખરાબ વૃત્તિઓને જડમુળ થી કાપી છે
સારી ભાવનાઓને જ સંતોષી છે
દિલ થી પણ મિતભાષી રહ્યો છે।

છે તો મીનપિયાસી
પણ રહ્યો અભિલાષી છે।
કોઈને છેતર્યા નથી
કોઈને આંતર્યા નથી।

ઠારી છે આંતરડી ગરીબ ની
બલિહારી માની છે નસીબ ની
'પ્રભુજ મારા સારથી' અને એનાજ ગુણગાન
જીવન નો સાર એટલે ના રાખે કોઈ અભિમાન।

એટલું જાણજો કે 'તમારું અહિંયા કોઈ નથી'
ધનદોલત કે જાયદાદ સાથે આવવાની નથી
હાથ ખુલ્લા રહી જશે અને આંખો ઉઘાડી
કાંધ આપી લોકો લઇ જશે મૃતદેહ ને ઉપાડી।

ધનવિહીન Dhanvihin
Saturday, July 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aashalibhdra mehta Like · Reply · 1 · Just now

0 0 Reply

એટલું જાણજો કે તમારું અહિંયા કોઈ નથી ધનદોલત કે જાયદાદ સાથે આવવાની નથી હાથ ખુલ્લા રહી જશે અને આંખો ઉઘાડી કાંધ આપી લોકો લઇ જશે મૃતદેહ ને ઉપાડી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success