ધરતી પર છે
શુક્રવાર,10 જાન્યુઆરી 2020
હા ધરતી પર છે સ્વર્ગ મજાનું (2)
હોંશે હોંશે, આનંદે, આનંદે
આપણે એને જીવવાનું
જીવન ને સાર્થક કરવાનું।હા ધરતી પર છે સ્વર્ગ મજાનું
થઇ જાય સાચુ મારું સપનું
સેવેલુ, સંઘરેલું બચપણ નું નાનું
ગુંથ્યું હતુંમેં હૃદય ના ખૂણે
કરેલો થયો સંકલ્પ, સાકાર અજાણે।
આજ નહિ તો કાલે થાશે
આશા આપણી સફળ થાશે
આવતી કાલને, કોણે જોઈ
દુઃખ ને જોતા મન માં ગભરાઈ। હાધરતી પર છે સ્વર્ગ મજાનું
કરી લો મન માં એક નિર્ધાર
મનમાં ધાર્યુ, , થઇ જાય પાર
હાથ ના કર્યા, હૈયે વાગે
દુર્જનનો સાથ કામ ના લાગે। હા ધરતી પર છે સ્વર્ગ મજાનું
આવો મળ્યો છે માનવ નો અવતાર
દિલ માં જોશ હો, તો થઇ જાય પાર
સારાનો બદલો, જીવતર માં મળશે
બુરા થી મનખો, એળે જાશે।હા ધરતી પર છે સ્વર્ગ મજાનું
બપોર નો તડકો ને સાંજ નો છાંયડો
આળસ થી જાત ને કદી ના મરડો
ભાગ્ય તમારું, લેશે ભરડો
જીવન માં વળી જશે મોટો છબરડો। હા ધરતી પર છે સ્વર્ગ મજાનું
જીવતર નો જોટો, મળવો મુશ્કેલ
હાથમાં છે આપણા, તેનો ઉકેલ
કસવો રહ્યો તેને એરણ ના છેડે
રંગ ગુલાલ નો જાણે ઉડે।હા ધરતી પર છે સ્વર્ગ મજાનું
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem