ધિરજ નુ ઘરેણું.. Dhiraj Poem by Mehta Hasmukh Amathaal

ધિરજ નુ ઘરેણું.. Dhiraj

Rating: 5.0

ધિરજ નુ ઘરેણું
બુધવાર,9 ઓક્ટોબર 2019

દુનિયા ના લોકો ઝેર જાહેર માં ઓક્યા કરે
મન માં આવે તેમ બક્યા કરે
મને હંમેશા કહે અભણ
અને કર્યા કરે ચણભણ

હું કદી કોઈ ને કવેણ ના કહું
મારા કામ માં મસ્ત રહું
નિજાનંદ જેવો કોઈ આનંદ નહિ
એકલતા જેવો કોઈ ભાઈબંધ નહિ।

લોકો ની હું સંભાળ લઉ
જતા આવતા તેમના સમાચાર પૂછી લઉ
જરૂરત પડે તેમનની પડખે પણ ઉભો રહું
ઉઠતા ઉઠા એમ પણ "જરૂરત પડે તો કહેજો" એમ પણ કહું

છતાં તે લોકો કહે "હું વેદિયો અને નાસમજ"
ઘર નું બાળી તીરથ કરે એવો મૂરખ
"આ તે કેવું ગણિત" મને ખબર ના પડી
પણ મન માં ખીજ જરૂર ચડી।

" નેકી કરો" અને કુવા માં નાખો
યાદ રાખો તો થાય ને ડખો
મારે તો સુધારવો મનખો
આજદિન તો આજ રહ્યો છે અભરખો।

માનવ થાઉં તો પણ ઘણું
આજ છે મારી ધીરજ નું ઘરેણું
યાદ રહી જાય મારેલુમહેણૂ
પાછું કદી ના ખેંચાય કહેલું।

હસમુખ અમથાલાલ મહેતા
પ્રેરણા: હર્ષદ ગોસાઈ

ધિરજ નુ ઘરેણું.. Dhiraj
Wednesday, October 9, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 October 2019

માનવ થાઉં તો પણ ઘણું આજ છે મારી ધીરજ નું ઘરેણું યાદ રહી જાય મારેલુમહેણૂ પાછું કદી ના ખેંચાય કહેલું। હસમુખ અમથાલાલ મહેતા પ્રેરણા: હર્ષદ ગોસાઈ Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success