દિલ કરે પોકાર... Dil Poem by Mehta Hasmukh Amathaal

દિલ કરે પોકાર... Dil

દિલ કરે પોકાર
બુધવાર,12 સપ્ટેમ્બર 2018

ભૂલી જવું એટલું સહેલું નથી
પ્રેમ માં પડવું એ પણ પહેલુ નથી
અને પડી જાઓ તો ના ભૂલો
મજા આવશે જ્યારે સળગશે જુદો ચૂલો।

પ્રેમ ની દુનિયા કૈં જુદી નથી
એ તો ચાલી આવતી, પણ પૂછતી નથી
દિલ માં લગાવે આગ પછી બુઝાતી નથી
મન માં ને મન માં રાખવી, સહેલી નથી।

અનેરો આનંદ છે એમાં, કુદરત નો સાથ છે
સફળ થઇ જાય જન્મ, જો હાથ માં તારો હાથ છે
કલ્પના ની સફર, અહિંયા પુરી થાય છે
મન માં ને મનમાં, ચૌરીમંડપ સજાય છે

કરી લો જુલમ જેટલો, કરવો હોય એટલો
પણ મળવો જોઈએ મને, તમારા દિલ નો ઓટલો
મારા ગુલાબ થી, શોભશે તમારો ચોટલો
સત્ય એમાં છુપાયું છે, દિલ ને તો પૂછી લો।

પ્રેમ ના બંધન, નથી તન માટે કે ધન
મોહી લીધુ છે તમે મારું નાજુક દિલ
હવે ના એને કરાવજો થોડી પણ વાર
"જીવવું થશે મુશ્કેલ"દિલ નો છે પોકાર।

હસમુખ અમથાલાલ મહેતા

દિલ કરે પોકાર... Dil
Wednesday, September 12, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 September 2018

પવિત્ર પર્યુષણ માં તપ કરી કાયા ને પાવન અને શુદ્ધ કરી હવે હું જીવીશ પરોપકાર કરી આત્મા માં ચિંતન અને તપ ને સાકાર કરી।...અમે રહયા અભાગિયા હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 September 2018

પ્રેમ ના બંધન, નથી તન માટે કે ધન મોહી લીધુ છે તમે મારું નાજુક દિલ હવે ના એને કરાવજો થોડી પણ વાર જીવવું થશે મુશ્કેલદિલ નો છે પોકાર। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success