દિલ ના હોય
સોમવાર,4 નવેમ્બર 2019
દિલ ના હોય બધાના સરખા
આપણા મન ના હોય અભરખા
સમય ની જેમ ચાલે ચરખા
ટકી રહે કાયમ સાચા સખા। દિલ ના હોય
યાદ કરો ખરા દિલ થી
કદી દૂર ના થાઓ મન થી
વેળા-કવેળા અંતરાસ થાય
પોતાના હો તેમ ભાસ થાય। દિલ ના હોય
મિત્ર હોય જેમ કૃષ્ણ-સુદામા
રહે સદા ઘટ-ઘટ માં
એક બીજા ને દૂર થી ઝંખે
કહેતા રહે સખે-સખે। દિલ ના હોય
યાદ કરે ને ખબરઅંતર પૂછે
કપરા સમય માં આંસુ પોછે
અણીના સમયે પડખે ઉભો રહે
માનવતા ના દર્શન કરાવતો રહે। દિલ ના હોય
આવા મિત્રો અપાવે યાદ
પછી કેમ રહે ફરિયાદ?
મારા જીવન નો એકજ છે સાદ
મિત્ર મળે તો લાગે જીવન નો પ્રસાદ। દિલ ના હોય
જીવન માં શું રહેશે સંગાથે?
બબાસ યાદો રહેશે કાયમ સાથે
આંખો માં આંસુ ધસી આવે
જ્યારે તેની યાદ કહું સતાવે। દિલ ના હોય
આવા પ્રસંગો ને હું કેમ ભુલાવુ?
મારા દિલ ને યાદ હંમેશા યાદ અપાવુ
લોહીના સંબંધો ઘણી વાર રડાવે
પણ મિત્રતા હંમેશા મન ને હસાવે। દિલ ના હોય
મારી અંતરમન ની એક મહેચ્છા
જો પુરી થઇ જાય તો ના કરું એની પૃચ્છા
મનોમન કરું સફળતાની પ્રાર્થના
જીવનભર રહેશે આજ અભ્યર્થના। દિલ ના હોય
હસમુખ અમથાલાલ મહેતા
Sevantilal Mehta Excellent 1 Delete or hide this Like · Reply · 11h
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Jayesh Doshi 48 mutual friends Message