દોડયા જાઓ..... Dodyaa Poem by Mehta Hasmukh Amathaal

દોડયા જાઓ..... Dodyaa

Rating: 5.0

દોડયા જાઓ
શુક્રવાર,31 ઓગસ્ટ 2018

જીવન માં એવી આવી આંધી
બનાવી ગઈ મારી ખાભી
હું તો જીવતે જીવ થઇ ગયો શહીદ
પણ ના માગી કોઈની મદદ।

આ એક સ્વભાવ છે અલગારી
તે સાચની રાખે છે ખુમારી
તમને ગુમાન છે ખુદ્દારી નું
બાકી બધું કામ છે ત્રિલોક ના મદારી નું।

જેમ નચાવે તેમ નાચો
ગાલ લાલ રાખો મારી તમાચો
ખ્યાલ રાખો ના પડી જાય લોચો
ધીરજ રાખો, સમજો અને સોચો।

જીવન છે ક્ષણભંગુર
પણ ના લાગવું જોઈએ અંગુર
રહો હંમેશા મગરૂર
અને સાચ નો આગ્રહ રાખો જરૂર।

જીવન જરૂર શીખ આપે છે
ટૂંકા માં પણ ઘણું આપે છે
ભલે હોય તે ક્રૂર અને કડક
પણ આપણ ને ચીંધે છે સડક।

દોડયા જાઓ પરવા કર્યા વીના
મળશે જરૂર દોલત અને નામના
કરેલુ કાર્ય અફળ જતું નથી
અને જીવન બધાનું સફળ પણ થતું નથી।

હસમુખ અમથાલાલ મહેતા

દોડયા જાઓ..... Dodyaa
Friday, August 31, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 31 August 2018

દોડયા જાઓ પરવા કર્યા વીના મળશે જરૂર દોલત અને નામના કરેલુ કાર્ય અફળ જતું નથી અને જીવન બધાનું સફળ પણ થતું નથી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success