દુર્લભ.. Durlabh Poem by Mehta Hasmukh Amathaal

દુર્લભ.. Durlabh

Rating: 5.0

દુર્લભ
શનિવાર,8 ડિસેમ્બર 2018

જીવન છે એક સંભારણું
ખમતી ઘરા નું ઓવારણુ
દુઃખ આવે ને સુખ જાવે
મન કદી વિચલિત ના થાવે।

જીવન નો છે એક સંયોગ
થવો જોઈ એનો સદુપયોગ
ભલે સદ્દવિચારી ના થઇ શકીએ
પણ દુર્વિચારી તો હરગિજ ના થઈએ।

આવું જીવન છે દુર્લભ
બનાવો તેને સુલભ
જીવ ને પરોપકારી બનાવો
આપણા છોકરાઓ ને પણ સંસ્કારી બનાવો।

આપણું જીવન છે નિરસ
પણ એનો નિચોડ છે કેટલો સરસ
"જેવું વાવો તેવું લણો'
તમારો જીવ પ્રભુભક્તિ માં લપટાણો।

આવું જીવન વારેવારે ના મળે
કોઈ કે વિરલા ને જ ફળે
કેટલાએ જીવો અવતરે
અને અદ્રશ્ય થઈ જાય કાળાંતરે।

જીવન નો હોય એકજ મંત્ર
સમગ્ર સંસાર એજ મારું સર્વત્ર
મને પ્રભુ સારા કાર્યો કરાવે
મારા માનવજીવન ને સફળ બનાવે।

હસમુખ મેહતા

દુર્લભ.. Durlabh
Friday, December 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 December 2018

જીવન નો હોય એકજ મંત્ર સમગ્ર સંસાર એજ મારું સર્વત્ર મને પ્રભુ સારા કાર્યો કરાવે મારા માનવજીવન ને સફળ બનાવે। હસમુખ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success