ઘડો હોય...Ghado Poem by Mehta Hasmukh Amathaal

ઘડો હોય...Ghado

Rating: 5.0

ઘડો હોય
ગુરુવાર,10 ઓક્ટોબર 2019

ઘડો હોય જ્યારે અધૂરો
છલકાય ઘણો ઘણો
માણસ હોય જો શાણો
તેને તમે જરૂર થી વખાણો।

કદીના કરો ઝગડો
પસંદ ના કરો વગડો
રહેવું બધા ની વચ્ચે
તો જશે ગ્રાફ તમારો ઊંચે

જીવન માં લાવો બદલાવ
સમય ની સાથે બદલો સ્વભાવ
ના રાખો ઊંચ-નીચ નો ભેદભાવ
હંમેશા રહો ને રાખો સમભાવ।

પાણી વહેણ વહી જશે
તમારો કહેલો બોલ રહી જશે
સ્નેહ થી જતાં કરેલો વેલો ઉગી જશે
રણબેરંગી ફૂલો થી સજી જશે।

જીવન માં ઉતરાવ
અને ચડાવ
નો કાયમ રહેશે પડાવ
તમે રહેજો શાંત સ્વભાવ।

જીવન આમે જ થશે પૂરું
નહિ સમજ પડે ક્યારે થયું શરુ?
સાચવી રાખજો તમારી આબરૂ
લોકો કરી દેશે તમને બેઆબરૂ।

સાચા નો જમાનો નથી
સત્ય નો કોઈ નમૂનો નથી
જૂઠાની વધશે ખુબ કમાણી
સાચા ની થશે ધૂળધાણી।

હસમુખ અમથાલાલ મહેતા

ઘડો હોય...Ghado
Thursday, October 10, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 10 October 2019

Ghodo we were using long back at home and I remember my father was having such a nice Ghado. When we keep water inside this and we drink we get less surface tension in water. This is always good for health. Although this has become past, still we feel Ghado is in great memory.10

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 October 2019

સાચા નો જમાનો નથી સત્ય નો કોઈ નમૂનો નથી જૂઠાની વધશે ખુબ કમાણી સાચા ની થશે વલે અને ધૂળધાણી। હસમુખ અમથાલાલ મહેતા .poemhunter

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success