ઝખ્મ મારા.... Jhakham Poem by Mehta Hasmukh Amathaal

ઝખ્મ મારા.... Jhakham

ઝખ્મ મારા
રવિવાર,22 ડિસેમ્બર 2019,11.00 am

ઝખ્મ મારા પુરાઈ જશે
સમય ના વહાણા વાઈ જશે
તમારા બોલે લા બોલ હૃદય ને વીંધી નાખશે
મને જીવતે જીવ મારી નાખશે। ઝખ્મ મારા પુરાઈ જશે

કહેતા હતા તમે અંધારુ ના કદી આવશે
જીવન માં સૂરજ કદી ના આથમશે
હાથ માં હાથ લઇ આપણે તરી જાશું
જીવન ની હર પળ, સુખે થી માણીશું। ઝખ્મ મારા પુરાઈ જશે

સુખ નો સુરજ કદી ટકતો નથી
દુઃખ નો કાળ કદી કપાતો નથી
જે લખ્યું લલાટે તે મિટાવી શકાતું નથી
તેને ભોગવ્યા વગર છૂટકો નથી। ઝખ્મ મારા પુરાઈ જશે

તમે દીધો છેહ, જાણી જોઈને
મને મૂકી દીધો એકલો, સમય ને પારખી ને
મને ગમ ના પડી, હું વિખૂટો પડી ગયો
તમારી ચાલ ને, હું સમજી ના શક્યો। ઝખ્મ મારા પુરાઈ જશે

મન કરી દીધું મે મોટુ
મક્કમ થઇ ગયો ના બદલો લેવા સાટુ
પ્રેમ ના સંબંધ એટલા, હલકા નથી
આ તો મારગ છે શૂરા નો, કાયર ની કઈ કામ નથી। ઝખ્મ મારા પુરાઈ જશે

દિલ છે તો, ધડકશે અને રોશે
પણ કદી ના ભરાશે રોષે
સદા પ્રેમ ને સિંચશે, અને વાગોળશે
મન માં ને મન માં કચવાઈ જાશે। ઝખ્મ મારા પુરાઈ જશે

હસમુખ અમથાલાલ

ઝખ્મ મારા.... Jhakham
Sunday, December 22, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 December 2019

દિલ છે તો, ધડકશે અને રોશે પણ કદી ના ભરાશે રોષે સદા પ્રેમ ને સિંચશે, અને વાગોળશે મન માં ને મન માં કચવાઈ જાશે। ઝખ્મ મારા પુરાઈ જશે હસમુખ અમથાલાલ Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success