કહેવા નથી બોલ.. kaheva nathi bol Poem by Mehta Hasmukh Amathaal

કહેવા નથી બોલ.. kaheva nathi bol

કહેવા નથી બોલ.. kaheva nathi bol

કહેવા નથી બોલ પણ કહેવાઈ જાય છે
સ્વાગત મન માં આપોઆપ થઇ જાય છે
હશે કોઈ કાળ માં આપણું બંધન!
નથી માનતું આ ગભરુ મન।

કહેવા કરું જીહ્વા ને ઉપર
શબ્દો ખોવાઈ જાય છે
અંતર માં ધરું ધ્યાન તો
છબી ભુસાઈ જાય છે।

મન માં વિચારો ના વમળ
જાણે ખીલી ઉઠે કમળ
એની પંખુડીઓ માં મ ન મોહિત થઇ જાય છે
ઊંડે ઊંડે મન પણ ભ્રમીત થઇ જાય છે।

તરંગ મન માં જીલી ઊંડેથી જીરવી જાઉં છું
કરૂ કલ્પના પ્રેમની, ઊંડે સરકી જાઉં છું
મન છે વિહવળ પણ વશમાં કરી જાઉં છું
તમે રહો અનભિજ્ઞ પણ, હું યાદ કરી જાઉં છું

થઇ હશે કોઈ પરી ની કલ્પના
મન માં જાગી હસકે કોઈ ખેવના
એવા વિચારે હું તડપી ને રહી જાઉં છું
પણ અંતર થી વિશેષ કહી જાઉં છું।

'મન થી અળગો નાં માનો તો' કાન માં કહી દઉં
સાંભળી શકો તો પ્રેમના બે બોલ પણ કહીજ દઉં
મન થી ના શરમાઓ તો સામે જ કહી દેજો
પ્રેમ ના અણમોલ બોલ ધીરે થી કહી દેજો।

Sunday, January 18, 2015
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 January 2015

2 people like this. Hasmukh Mehta welcome kalpesh gujrai n dhaval Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 January 2015

'મન થી અળગો નાં માનો તો' કાન માં કહી દઉં સાંભળી શકો તો પ્રેમના બે બોલ પણ કહીજ દઉં મન થી ના શરમાઓ તો સામે જ કહી દેજો પ્રેમ ના અણમોલ બોલ ધીરે થી કહી દેજો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success