કેવી છે પ્રીત
ગુરુવાર,2 જુલાઈ 2020
તારા નયનો ના કામણ
મન મા કરે મથામણ
મજબુર કરે જોવાને અમીટ!
અને વિચારે કેવી છે આ પ્રીત?
મને દેખાણો તેમાં અથાગ દરિયો
તેમાં ડૂબી જવા બનવું પડે મરજીવો
પ્રયોગ કરવો પડે વરવો
અને ના પાડે તો થઇ જાય ઘા સોંસરવો।
ભવિષ્ય ના જીવતર માટે કૈંક વિચારવું રહ્યું
મારું મગજ ચકરાવે ચડ્યું અને મંથન કરતુ રહ્યું
શું હશે એના મન ની ભીતર?
"ના કહેશે કે હા" એના માવતર?
મને મનોમન લાગતુઅને એ જ વિચારો વાગોળતું
ઘણીવાર આ દિશા અને ઘણીવાર બીજી દિશા માં ફંગોળતું
પ્રેમ માં દશારહે બધાની માઠી
પણ હું દિલ થી માંગી લેતો માફી।
પ્રેમ એટલે અગમ્ય દિશા માં થી આવતું વાવાજોડું
જામી જાય તોલોકો કહેશે "આ છે સુંદર જોડું "
રોજ કટકટ થાય તો કહેશે "કેવું બન્યુ આ કજોડુ"
હું પણ ઘણી વાર વિચારું અને મનોમન લડુ।
ભગવાન જોડા પણ નિરાંતે બનાવતો હશે
કેટલી કેટલી વાતો નું ધ્યાન રાખવું પડતુ હશે
જો જીવતર સફળ થાય તોપ્રભુચરણ માં વંદન
અસફળ થાય તો સવાર સાંજ નિરાશ વદન।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ભગવાન જોડા પણ નિરાંતે બનાવતો હશે કેટલી કેટલી વાતો નું ધ્યાન રાખવું પડતુ હશે જો જીવતર સફળ થાય તોપ્રભુચરણ માં વંદન અસફળ થાય તો સવાર સાંજ નિરાશ વદન। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal