કેવો હોવો જોઈએ... Kevo Poem by Mehta Hasmukh Amathaal

કેવો હોવો જોઈએ... Kevo

Rating: 5.0

કેવો હોવો જોઈએ

સોમવાર,25 જૂન 2018


કેવો હોવો જોઈએ સંબંધ?
તે તો રહેવો જોઈએ અકબંધ
રહસ્ય રહે મુઠ્ઠી માં બંધ
કોઈના વિચારે એના માટે રહી અંધ।

કોઈ થઇ જાય મોહાંધ
કોઈ કરી દે તેજોવધ
પણ તેનું મુલ્ય રહે અધધધ
સંબંધ જાણે લાગે મીઠો મધ।

તમનેઉપકાર નો બદલો મળે
અપકાર થી અને મેહનત જાય એળે
તિરસ્કાર ના આવવો જોઈએ આપમેળે
તેમ છતાં રહો તેમની જોડે સુમેળે।

તમારો ઈરાદો મજબૂત હોવો જોઈએ
તેમના કરતૂતો ને આપણે ના તિરસ્કૃત કરીએ
પણ સંબંધ બાંધીએ સમજીવિચારીને
સંબંધ નહિ સચવાય તેમને ત્યજીને।

સંબંધો તો છે એક સમન્વય
વિચારો નું સામજશ્ય
એક બીજા માટે સારા વિચારો નો ઉદય
અને મળે હૃદય થી હૃદય।

સંબંધો થી જ તો છે સમાજ
આપણો ઉઠે બુલંદી નો અવાજ
બુરાઈ મૂળ થાયમૂળ થી ધ્વસ્ત
બધા રહે હળીમળી અને મસ્ત।

હસમુખ અમથાલાલ મહેતા

કેવો હોવો જોઈએ... Kevo
Monday, June 25, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

સંબંધો થી જ તો છે સમાજ આપણો ઉઠે બુલંદી નો અવાજ બુરાઈ મૂળ થાય મૂળ થી ધ્વસ્ત બધા રહે હળીમળી અને મસ્ત। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success