મા એ મા Maa Poem by Mehta Hasmukh Amathaal

મા એ મા Maa

મા એ મા
Sunday, May 13,2018
11: 02 AM

મા એ મા
બીજા બધા વગડા ના વા
છોકરાઓ નાખે ધા
મા, મા અને મા ।

મોઢામાં રસ ભરાઈ જાય
માનુનામ લેતા જ ઝળઝળિયાં આવી જાય
એનો આખો ચેહરો નજર સમક્ષ આવે
માની વહાલ કેરી વાતો, આંખ માં પાણી લાવે।

એની સરખામણી જ ના કરાય
એની હા માં હા જ પૂરાવાય
એનું મૂલ્ય જ ના હોય
એની તો સરવાણી જ વહેતી હોય।

"બેટા ભૂખ લાગી હશે"
"તડકા માં ખુબ ફર્યો હશે"
લાવ તારા માટે લીંબુ શરબત બનાવી દઉં
માથું દુખતું હશે, લાવ દબાવી દઉં

શું યાદ કરું ને શું ભૂલી જાઉં
અરે તારા અસ્તિત્વ માટે, હું આખી દુનિયા ભૂલી જાઉં
મારા દરેક હરફ ના ઉચ્ચાર સાથે તું રહેતૈયાર
"તુ તો મારો કુળદીપક" તારા વગર કોને કરું હું પ્યાર।

શરદી થાય ત્યારે તને ઉચાટ થાય
તાવ આવે ત્યારે પણ તું ગભરાય
મારા દીકરા ને કંઈપણ ના થાય
કેટી કેટલી માનતા, અને બાધા રખાય।

ઘરડાઘર ની કલ્પનામાત્ર થી જ મને ધ્રુજારી આવે
મારી આંખો માં કંપન અનેશરીર માં લખલખું આવે
આવી વાત્સલ્યમૂર્તિ ને આપણે જાકારો ન આપી શકીએ
ભલે થોડું હોઉં હોય ઘરમાં તોપણ તેને અર્પી ને જકે આપણે આરોગીએ।

જે ને માં નથી તેને જઈને પૂછો
ના હોય તો બીજાની મા ને જઈ ને આંસુ પોછો
એના માં તો છે વહાલ નો દરિયો
મળી જાય આશિર્વાદ તો આખો ભવસાગર તરિયો।

મા એ મા Maa
COMMENTS OF THE POEM

welcome Bhadresh Bhatt Manage 1m

0 0 Reply

welcome Tirth Mehta 24 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Amrishbhai Mehta 24 mutual friends Friend Friends

0 0 Reply

welcome manisha shah 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome S Chavda Gambhira 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Imposible Posible 5 mutual friends

0 0 Reply

welcome welcome Imposible Posible 5 mutual friends Friend Friends

0 0 Reply

welcome Raj Raj Add Friend

0 0 Reply

welcome विकास मिश्रा

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success