માભોમ ને છેતરવાનો પ્રયાસ Maa Bhom Poem by Mehta Hasmukh Amathaal

માભોમ ને છેતરવાનો પ્રયાસ Maa Bhom

માભોમ ને છેતરવાનો પ્રયાસ

ઘણા બધા જોયા દલાલ
પણ ઘણા બધા હતા નમકહલાલ
કોઈ નહોતો નમકહરામ
પણ કરી દીધી બધાની ઉંઘ હરામ।

કેટલો ઉદ્દણ્ડ અને અભિમાની
અમને બધાને થઇ હેરાની
હાથ માં બંદૂક લઈને કર્યો પ્રચાર
ઘણી પ્રસિદ્ધિ પામીને શરુ કર્યો દુષ્પ્રચાર।

પાટીદારો ને બનાવ્યા હથિયાર
મારો બેટો પણ નીકળ્યો હોંશિયાર
સરકાર ને કીધું મુખ્યપ્રધાન લેવા આવે આવેદનપત્ર!
તેને દેખાવા લાગ્યુંબ્રહ્માંડ પોતાનું સર્વત્ર।

સમાચારપત્રો માં કરોડો નો થયો પરદાફાશ
લોકો માં થઇ ચણભણ અને ફુસ થઇ ગઈ બડાશ
જરા અમથી અનામત માટે બોલાવ્યોમહંમદ ઘોરી
ગુજરાત ની અસ્મિતા નું થયું હનન અને ખોદી ઘોર।

આતો બકરી કાઢતા ઊંટ પેઠું
ચાટવું પડ્યું થુંક એઠું
બીજો અનામત વર્ગ પગપેસારો કરી ગયો
શાહજાદા નેમળી પોતાની વાત મનાવી ગયો।

આ ભાઈ મળ્યો નાકારો
પોતાના જાતભાઈઓ થી પણ મળ્યો જાકારો
હવે તો બસ એક્જ ઉપાય
ભળી જાઓ રાજકારણ માં અથવા થઇ જાઓ નીઃશ્પ્રાય।

આટલી બધી મથામણ
પણ તેમના ખૂટી ગયા બાણ
આશ્વાસન આપ્યું કે કરીશું આગળ વાત

માભોમ ને છેતરવાનો પ્રયાસ Maa Bhom
Tuesday, November 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success