માન અને સન્માન... Maan Poem by Mehta Hasmukh Amathaal

માન અને સન્માન... Maan

Rating: 5.0

માન અને સન્માન
ગુરુવાર,16 ઓગસ્ટ 2018

માન અને સન્માન
એનું ના હોય અભિમાન
એના થી લાધે આત્મજ્ઞાન
પણ ના રાખો ગુમાન।

આવકારો
ના આપો જાકારો
સસ્મિત હોય વંદન
અને હંમેશા આપો અભિનંદન।

ના મુકશો પગ
જ્યાં ખચકાય ડગ
કચવાય મન
અને ના સચવાય માન।

ભલે તમારી આગતાસ્વાગતા થતી હોય
પણ મન માં મેલ રાખતા હોય
વારેવારે અપમાન કરી દેતા હોય
મોંઢાપર અણગમો દેખાડતા હોય।

ભલે સંબંધી કે મિત્ર ગરીબ હોય
પણ મળતા જ ભાવ નો ભૂખ્યો રહેતો હોય
સહજતા થી તમારી પૃચ્છા કરતો હોય
એવી ભાવના હંમેશા આવકારદાયક જ હોય।

પૈસા થી માણસ મહાન નથી
સન્માન થી કૈં વિશેષ નથી
આત્મસન્માન જેવું કોઈ માન નથી
અને અપમાન જેવું કોઈ ઘૃણાસ્પદ કામ નથી।

હસમુખ અમથાલાલ મહેતા

માન અને સન્માન... Maan
Thursday, August 16, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 August 2018

પૈસા થી માણસ મહાન નથી સન્માન થી કૈં વિશેષ નથી આત્મસન્માન જેવું કોઈ માન નથી અને અપમાન જેવું કોઈ ઘૃણાસ્પદ કામ નથી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success