માનવતા નો સાચો અર્થ Maanavtaa Poem by Mehta Hasmukh Amathaal

માનવતા નો સાચો અર્થ Maanavtaa

માનવતા નો સાચો અર્થ

ના હતી તારી નજર
ના હતી મારી નજર
બસ જોતા હતા ઘૂઘવતો સાગર
પગ ને ભીંજવતી હતી તેની ઠંડી લહેર।

મન માં વિચાર આવ્યો'ક્યારે થશે મહેર'
ક્યારે મટશે આ શૃંખલા અને જીવન નો કહેર
શું શું ભર્યા છે રહસ્મય પ્રસંગો?
હું કેમે ભરીશ તેમાં જીવતા રંગો?

જીવન માં ઉણપ છે સાચા સાથી ની
કુદરત ની માહેર અને તેની સાક્ષી ની
દિલ મારૂ ઊંડું ઊંડું કરે પંખી ની પાંખ પાર
જુએ આકાશ ની સરહદ અને વિચારે સુંદર ઘર।

હશે નાની સી એક મઢુલી
જેમાં વાત કરતી હશે સહેલી
મરક મરક થતી હશે વાતો ની લ્હાણી
સાથે સાથે ઉત્સવ ની પણ ઉજાણી।

મારું મન પ્રફુલ્લિત છે
હૃદય પણ આનંદિત છે
આનંદ નો અતિરેક પણ જણાય છે
માયલો થોડો ગભરાય પણ છે।

જીવન છે, વિચાર તો કરવોજ રહ્યો
આ એક મન મોં આવેગ છે તેને દર્શવ્યો
બાકી જીવન બધાના સુખ થી સંપૂર્ણ હોતા નથી
માનવતા નો સાચો અર્થ આપણે જાણતા જ નથી।

માનવતા નો સાચો અર્થ Maanavtaa
Wednesday, May 31, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

welcoem rual bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

જીવન છે, વિચાર તો કરવોજ રહ્યો આ એક મન મોં આવેગ છે તેને દર્શવ્યો બાકી જીવન બધાના સુખ થી સંપૂર્ણ હોતા નથી માનવતા નો સાચો અર્થ આપણે જાણતા જ નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success