માનવતા નો સંદેશmaanvtaa Poem by Mehta Hasmukh Amathaal

માનવતા નો સંદેશmaanvtaa

માનવતા નો સંદેશ

Sunday, December 17,2017
10: 45 PM

માનવતાનો સંદેશ

ભૂલી જાઉં હું કાળ ની રાત
એજ તો લાવ્યું હતું મારા પ્રભુ મોત
કેટલો ત્રાસ અને સિતમ અજાણ્યા દ્વારા!
કરી જુલ્મ છોડી ગયા મરણ ને દ્વાર।

મારો તો એકજ છે સંદેશ
ના છોડો તમારો દેશ
પ્રભુ પર શ્રદ્ધા રાખો
અલૌકિક આનંદ ને પ્રેમ થી ચાખો।

હું તો આવ્યોજ હતો માનવ ને જાણવા
કૃતજ્ઞતા ને નજીક થી માણવા
ક્ષત્રુ ને ના હણવા પણ પ્રેમથી જીતવા
ના નફરત, પણ પ્રેમ ની ફેલાવવી હવા।

હું લગભગ છોડી ચુક્યો હતો સંસાર
અનુયાયઓ એઆપી સારવાર
ફરી થયો દેહ માં સંચાર
દુનિયા નો કરવા ઉપચાર।

આજ છે નવા વર્ષ નો પયગામ
છોડી દો દોર, ઐશ્વર્ય અને દમામ
પ્રભુ ના બાળકો છે તમામ
એકજ પ્રભુ, એકજ ઈશ્વર અને એકજ નામ

ફરી કહું તમોને એકવાર
ના કરશો પાછળ થી વાર
જીતજો પ્રેમ ના ઘોડા પર થઇ અસવાર
નવી ચેતના નો થશે પ્ર્રારંભ જ્યારે ભાણ ઉગશે સવાર।

રાખજો સદૈવ ભાઈચારો
અને શોધ જો સથવારો
ના થોપજો તલવાર નો વાર કે પછી તોપ નો મારો
યાદ રાખજો માનવતાનો સંદેશ અને પછી વિતાવજો જન્મારો।

માનવતા નો સંદેશmaanvtaa
Sunday, December 17, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 December 2017

રાખજો સદૈવ ભાઈચારો અને શોધ જો સથવારો ના થોપજો તલવાર નો વાર કે પછી તોપ નો મારો યાદ રાખજો માનવતાનો સંદેશ અને પછી વિતાવજો જન્મારો।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 December 2017

welcome jaideep singh rathod 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success