મારે કરવી હતી ઘણી વાતો, , , Maare Poem by Mehta Hasmukh Amathaal

મારે કરવી હતી ઘણી વાતો, , , Maare

Rating: 5.0

મારે કરવી હતી ઘણી વાતો
Sunday, November 10,2019
9: 28 AM

મારે કરવી હતી ઘણી વાતો
ઓછી પડી ગઈ રાતો
સંધ્યા થી માંડી સવાર સુધી
ઓછી પડી અવધિ।મારે કરવી હતી ઘણી વાતો

તું તો ગઈ મને છોડી
મારી આશાઓ ને તોડી
તે તો લીધી અંતિમ વિદાય
છોડી ચાલી બધો સમુદાય।મારે કરવી હતી ઘણી વાતો

હું તો હતો પાલવડે બંધાયેલો
સ્નેહ ના તાંતણે વણાયેલો
તારા પ્રેમ માટે પંકાયેલો
અધૂરો ઘડો છલકાયેલો।મારે કરવી હતી ઘણી વાતો

હું સરી જાઉં ભૂતકાળ ના પડછાયા માં
સુરક્ષિત હતો તારી કોમળ છાયા માં
કદી ના લાગી મને તારી એકલતા
તું તો વીંટળાયેલી રહી જેમ લતા।મારે કરવી હતી ઘણી વાતો

મેં પ્રકાશ ની પણ પરવા ના કરી
તું તો કરતી રહી મારી ચાકરી
તારી આંખો માં, મેં જોયો પ્રકાશપુંજ
તું તો વર્તી રહી જાણે સહજ।મારે કરવી હતી ઘણી વાતો

આવી વાતો ના વહાણા વાઈ ગયા
સાથે મારી યાદો ને લેતા ગયા
ઝખ્મ તો હતા તાજા પણ પુરાઈ ગયા
મારી યાદો માં જાણે સમાઈ ગયા।મારે કરવી હતી ઘણી વાતો

ના મળે કદી કોઈને, વસમી વિદાઈ
સહેવી પડે કદી કારમી જુદાઈ
માનવ ખરો પણ માટી નું પૂતળું
અંતરમન થી ધીરે ધીરે બળુ।મારે કરવી હતી ઘણી વાતો

હસમુખ અમથાલાલ મહેતા

મારે કરવી હતી ઘણી વાતો, , , Maare
Sunday, November 10, 2019
Topic(s) of this poem: november,poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 November 2019

Nancy Libradilla Nancy Libradilla can u translate in english? 1 Delete or hide this Like · Reply · 15h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

rashmi khurana

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

rashmin adav

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

Tejal mehta 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

melynda asifa

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

manoj v doshi

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

welcome sheetal mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

it is memory about wife 1 Edit or delete this Like · Reply · 14h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

Nancy Libradilla Nancy Libradilla Hasmukh Mehta okay 1 Delete or hide this Like · Reply · 14h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2019

Nancy Libradilla so amazing 1 Delete or hide this Like · Reply · 14h

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success