મળે બધાનો સાથ Male Poem by Mehta Hasmukh Amathaal

મળે બધાનો સાથ Male

મળે બધાનો સાથ

આપણી ગરવી ગુજરાત
આગવી શૈલી, , રીત અને ભાત
ખાવા માં દાળ અને ભાત
શાક અને રોટલી પાડે અનોખીરીતભાત।

જયાં એકજ હોય ગુજરાતી
ગુજરાત ની સંસ્કૃતિ મહેકતી
સુગંધ પ્રસરાવતી
અને અપાવતી ખુબ પ્રશસ્તિ।

આવી કેળવણી નો પ્રભાવ જ જુદો હોય
ગુજરાતી બધામાં અલગ થી તરવાઈ જાય
નદીના પ્રવાહ નો પ્રભાવ જ છે નોખો
અહીયા બધા સમાઈ જાય દૂધ માં જેમ સાકાર ભળી જાય।

અહિંયા જે પણ આવ્યા
ખુબજ શાંતિ થી જીવ્યા
એક બીજા પ્રત્યે પ્રેમની લાગણી થી ભીંજાણા
એકબીજા થી જોડાયા તાણાવાણા।

ગુજરાત ના રક્ત માં વેપાર
જેનો ના જડે જોટો અને સંપત્તિ મળે અપાર
માં લક્ષ્મીજી નો હોય સદા હાથ
અને મળે બધાનો સાથ અને સંગાથ।

મળે બધાનો સાથ Male
Tuesday, November 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 November 2017

ગુજરાત ના રક્ત માં વેપાર જેનો ના જડે જોટો અને સંપત્તિ મળે અપાર માં લક્ષ્મીજી નો હોય સદા હાથ અને મળે બધાનો સાથ અને સંગાથ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success