મન મોકળાશ Man Poem by Mehta Hasmukh Amathaal

મન મોકળાશ Man

મન મોકળાશ

એકાંત છે પણ કોઇ કાંડ નથી
મનોરથ છે પણ કોઈ કોડ નથી
આતો સંસાર છે એટલે બધું કરવું પડે
બાકી દુઃખજ દુઃખ છે તોયે મોઢું હસતું રાખવું પડે।

'ખાઓ પંખીડા પેટ ભરી ભરી' કેહવાના દિવસો ગયા
સંત નાનક કેટલો મહામૂલો વારસો મુકતા ગયા
વાતો ને ઉતારવી એટલી સહેલી નથી
એ સત્ય છે પણ પહેલી નથી।

મૂંઝાવા જેવું કૈ જ નથી
દુઃખ ને પામો તો તેનો કોઈ પર નથી
સુખ ને પામો તોપણ સંતોષ નથી
બધુજ છે તમારી પાસે પણ શેષ કૈંજ નથી।

કહેવા માટે ઘણું બધું છે
જગત શાણૂ અને ઘણુંજ ખંધુ છે
તમારે એકાંતવાસ માં જવાની જરૂર નથી
મરવાની તો જરાપણ ખેવના રાખવાની નથી।

કરવું છે ઘણું પણ હામ નથી
અશક્ય ના હોય તો પણ તમામ નથી
મારે મન મોકળાશ પણ ચિંતિત જરૂર રહે છે
એમ લાગે કે કંઈ કમી છે અને વંચિત રહે છે।

મન મોકળાશ Man
Wednesday, August 30, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 August 2017

કરવું છે ઘણું પણ હામ નથી અશક્ય ના હોય તો પણ તમામ નથી મારે મન મોકળાશ પણ ચિંતિત જરૂર રહે છે એમ લાગે કે કંઈ કમી છે અને વંચિત રહે છે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 August 2017

Bhavu Kamdar Wah wah...👍👍👏👏💐👌👌 Like · Reply · 1 · 2 hrs Remove

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 August 2017

welcoem bhuvu kamdar Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success