મન ની ભાવના .. Man Poem by Mehta Hasmukh Amathaal

મન ની ભાવના .. Man

Rating: 5.0

મન ની ભાવના
ગુરુવાર,20 ડિસેમ્બર 2018

જીવન મારું હિલોળા ખાય
જેમ હિંડોળો ઉપર નીચે થાય
મારા મન માં વિચારો ઉદ્ભવે
દિલ ના તરંગ ઉમંગ થી ઉછળે।

આગળ દેખાય ઉગતો સુરજ આકાશ
મારા જીવન માં પણ રહે તેનો અવકાશ
મને મળી રહે પ્રેરણા અને અનુભવું હાશ
જીવન માં બંધાઈ રહે એક નવી આસ।

હું સેવું નિત નવા શમણાં
લાગે મને સજીવ થશે જાણે હમણાં
હું સપના માં ગરક થઇ જાઉં
મહેલો ને સજાઉં અને મરક મરક મલકાઉં।

મને જીવન નો લાગ્યો એવો રંગ
હું ખૂમ્પી જાઉં અને સજાઉં સબરંગ
નથી ગમતો મને કોઈનો સંગ
બસ ધીરે ધીરે વધે દિલ નો ઉમંગ।

મારે ઘર આંગણીયે પ્રગટાઉં દીવાજયોત
મન ને મળતો રહે પ્રેરણાસ્ત્રોત
આગળ પણ કરું દિલ થી મનોકામના
આવી રહે સદા મન ની ભાવના

હસમુખ અમથાલાલ મહેતા

મન ની ભાવના .. Man
Thursday, December 20, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 December 2018

મારે ઘર આંગણીયે પ્રગટાઉં દીવાજયોત મન ને મળતો રહે પ્રેરણાસ્ત્રોત આગળ પણ કરું દિલ થી મનોકામના આવી રહે સદા મન ની ભાવના હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success