મને નાં સંડોવ Man Enaa Sandov Poem by Mehta Hasmukh Amathaal

મને નાં સંડોવ Man Enaa Sandov

મને નાં સંડોવ

મને નાં સંડોવ હે માનવ
તું બની ગયો છે દાનવ
તારે ખાવા કેટલું જોઈએ?
આપણે લોકો ને કેમ છેતરીએ?

લાજ શરમ તમે નેવે મૂકી દીધી છે
કોઈ ને પણ નાં છોડવાની તમે બાધા લીધી છે
પણ સમજી જાઓ સાન માં તો ઘણું સારું છે
બાકી જીવન ઘણુંજ ખારું છે

મને પ્રસાદ ચડાવવાથી કઈ નહિ વળે
ધરતી ત્રસ્ત છે તમારા ભાર તળે
જરાક તો પાછું વળી ને જુઓ
મસ્તક નમાવો અને શરમાઓ।

મારે મોરલી નો નાદ નથી સાંભળવો
મને થાય છે ઘણો પછતાવો
શા માટે હું તમોને ધરતી પર લાવ્યો?
મારા જ સર્જન ને હું જ નાં સમજી શક્યો?

તમે રક્ષક ને જ ભરખવા દોડો છો
મારા નામને ઊંચું રાખવા લડો છો?
નિર્દોષોના ખૂન વહેવડાવો છો
પછી માંરા નામને સંડોવો છો!

મન માં ખાલી પ્રપંચ અને ષડયંત્ર છે
બીજા ને છેતરવાનો મહામંત્ર છે
અરે માતા પિતા ને ઘરડા ઘર માં મોકલવા નો નિર્ધાર છે
તમારી વાણી અસ્ત્ર કરતા પણ ઘણીજ ધારદાર છે।

સ્વજન ને પણ છેતરવા માં તમે ઘણા પાવરધાં છો
એટલે જ તમારી ટૂંકી આવરદા છે
તમને વારંવાર બીજાનો ભય સતાવે છે
છેતરેલાં કર્મો તમને સંતાપે છે।

હું વારવાર ધરતી પર અવતરીશ
દાનવો અને ત્રાસદાયીઓનો નાશ કરીશ
તમારા બધા પાપો નું હુંજ નિવારણ કરીશ
જ્યાં સુધી તમો સદાચારી નહિ બનો ત્યાં સુધી હું નહિ જંપીશ।

મને નાં સંડોવ Man Enaa Sandov
Friday, April 24, 2015
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 April 2015

મને નાં સંડોવ મને નાં સંડોવ હે માનવ તું બની ગયો છે દાનવ તારે ખાવા કેટલું જોઈએ?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success