મન મારું... Man Maaru Poem by Mehta Hasmukh Amathaal

મન મારું... Man Maaru

Rating: 5.0

મન મારું
Monday, March 11,2019
9: 03 PM

મન મારું ઉડુ ઉડું કરે
પંખીઓ ને ઉડતા જોઈ કિલ્લોલ કરે
મળવા મારું કોશિશ ઘણી કરે
વાતો કરવાની ઈચ્છા ને જાહેર કરે।

પણ તમે ના આપી કોઈ મચક
મોં ફેરવી ને ચાલ્યા રસ્તે ભરચક
મેં વિચાર્યું કેમ આવી ગયો "ફરક"?
તમે તમે રેલાવ્યું સ્મિત મરકમરક।

આવા ભેદ ને હું ભેદી ના શક્યો
તેમના નયનબાણ ને વેધી ના શક્યો
બસ જોતો રહ્યો અવાચક થઇ ને
ના બોલી શક્યો મન ના બોલ ને।

જીવન નો અવસર સુ આમજ વહી જશે!
મન ની કામના મન માં રહી જશે
આવા ઘુમરાયા વમળ અંતર માં
ઉભા કરી ગયા જોજન અંતર ના।

ટકટક કરી ને જોતો રહ્યો નયન અમિનેષ
વિચાર્યું હવે શું બાકી રાહ્ય શેષ?
દિલ હારી ને બોલી ઉઠ્યું "એવું શું છે વિશેષ"?
મળી તો જાઓ એકવાર પછી ભલે હું થઇ જાઉં "નામશેષ "

હસમુખ અમથાલાલ મહેતા

મન મારું... Man Maaru
Monday, March 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success