માનવતા ની મહેક Manaaavtaa Poem by Mehta Hasmukh Amathaal

માનવતા ની મહેક Manaaavtaa

માનવતા ની મહેક

Tuesday, December 26,2017
9: 37 AM

આ કળિયુગ ક્યાં જઈને થમશે
એની કળા ને બધા ક્યારે સમજશે?
"બેટી બચાવ, બેટી ભણાવ " ઉક્તિ ક્યારે સાર્થક થશે?
"આપણી જ સમજ ફેર છે " બીજા ને ક્યાં સુધી બદનામ કરશે?

આપણુ પાપ આપણ ને જ ભરખી જશે
સરકાર પૈસા થી સહાય કરે
લોકમત જાગૃત કરે
આથી વિશેષ તો તમને કોણ મદદ કરે?

સ્રીઓને વિશેષજાગરૂક થવાનું છે
માતૃત્વ ને કલંક લાગે એવું કૈંજ કરવાનું નથી
દરેક કિસ્મત સાથે લઇને જ જન્મે છે
પણ આ ડંખ તમને સદૈવ રહેવાનો છે।

વડોદરા ની ઘટનાએ મને હચમચાવી દીધો
માતા ની આ માનસિકતા એ મને વિચારતો કરી દીધો
આટ્લુ સુંદર પુષ્પ તમને ના ગમ્યું?
જીવતે જીવ તમે એને રઝળાવી દિધુ।

તમે બીજા જીવ નો અંતરાતમાં તો દેખો?
શાક વેંચતા કાછિયાનો અંતરાત્મા તો જાણો
કેટલી બધી ઉર્મિઓને સાક્ષાત્કાર!
જાતેજ પોલિસ સમક્ષ જઈ કર્યો પુકાર।

સાહેબ।, એના માં બાપ ના લેવા આવેતો!
આ ગરીબ ને દત્તક લેવા દેજો
"હું પાલનપોષણ કરીને નવપલ્લવિત કરીશ"
માંરા જીવ થી પણ વધારે ખ્યાલ રાખી લાલનપાલન કરીશ।

મારો જીવ ગદગદ થઇ નમન કરી રહ્યો
હે પ્રભુ,હું એનો પાલક પ્રેમ નીરખી વંદી રહ્યો
ક્યાંક તો જનક ની જાનવી સચવાઈ જશે
માનવતા ની મહેક અને પ્રભુ ની લીલા ભજવાઈ જશે।

માનવતા ની મહેક Manaaavtaa
Monday, December 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 December 2017

jitmal dodiyaar 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 December 2017

મારો જીવ ગદગદ થઇ નમન કરી રહ્યો હે પ્રભુ, હું એનો પાલક પ્રેમ નીરખી વંદી રહ્યો ક્યાંક તો જનક ની જાનવી સચવાઈ જશે માનવતા ની મહેક અને પ્રભુ ની લીલા ભજવાઈ જશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success