માનવ જીવન... Manav Poem by Mehta Hasmukh Amathaal

માનવ જીવન... Manav

Rating: 5.0

માનવ જીવન
શુક્રવાર,11 ઓક્ટોબર 2019

મેં મારા મન ને ઘણું કહયું
એને દાબ માં પણ ઘણું રાખ્યું
નાસમય જોઈ એણે ખરાબ કરી નાખ્યું
સારા સંબંધો પાર પાણો ફેરવી નાખ્યું।

આવા ચંચળ મન નો શો ભરોસો!
ખરા વખતે લાવીદે વસવસો
મને દિલ થી નંખાઈ જાય નિસાસો!
પૂનમ ની રાતે પણ લાગે દિવાસો।

જેણેરાખ્યું મન ને તાબા માં
બચી ગયો બધાના તૌબા માં
આબરૂ ના લીરા ના ઉડયા
સંબંધ સચવાઈ ગયા ને ના બગડયા।

નથી કોઈ નો એના પાર કાબુ
ના જાણે ક્યારે થઇ જાય બેકાબુ!
આપણે હોંશે હોંશે કરવા ધારીએ
પણ ખરા વખતે બેસી જાય પાણીએ।

આવા મન થી જરા ચેતી
સદગુણ ની કરીએ ખેતી
જો હોય બધાની સંમતિ
તો વધશે જયકાર અને સંપત્તિ।

વધતો જતો મન માં અહંકાર
વળી લાવે પાછો મન માં અંધકાર
આપણે કરીએ બધાનો સત્કાર
તો મળશે સર્વત્ર આવકાર

માનવ જીવન છે બહુમૂલ્ય
અસહજ અને અકલ્પ્ય
દેવો ને પણ લાગે દુર્લભ
આપણે બનાવી એ એને સુલભ।

હસમુખ અમથાલાલ મહેતા
પ્રેરણા: metro

માનવ જીવન... Manav
Thursday, October 10, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 October 2019

માનવ જીવન છે બહુમૂલ્ય અસહજ અને અકલ્પ્ય દેવો ને પણ લાગે દુર્લભ આપણે બનાવી એ એને સુલભ। હસમુખ અમથાલાલ મહેતા પ્રેરણા: metro Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success