મને સતાવવા Mane Poem by Mehta Hasmukh Amathaal

મને સતાવવા Mane

મને સતાવવા

એકાંત
કોણ કરે રુદન પ્રાણાંત
જગા હોય સુમસામ
કોણ આવીને આપે તમને હામ?

કહે છે પિશાચ એકલો રહે
ભૂત પણ બધાને ડરાવે
આવો વહેમ આપણને વરસો થી છે
હાજી પણ આપણ ને અંધારા થી ભય લાગે છે।

એકાંત કોને ગમે?
જેની આગળ પાછળ મોત ભમે
જે જીવન થી નાસીપાસ થઇ ગયો હોય
જેનું જીવન માં પોતાનું કોઈપણ ના હોય।

એકાંત એટલે જીવનદર્શન
આખા દિવસ નું અવલોકન
કરેલા કાર્યો નું વિશ્લેષણ
અને અંતે રૂપરેખા નું સર્વેક્ષણ।

એકાંત માં તમને ઉત્તર જડે
નવા નવા નુસખા આવી ચડે
એકબીજાને ચડિયાતા કહેવડાવે તેવા પ્રવાહ વહે
કોઈ વિરલાજ એકાંત ને સહે।

હું વારંવાર જાતને પ્રશ્ન કરતો રહું
શા માટે હું મન ની વાત બીજાને કહું?
શા માટે નજીવી બાબત માં હું હાંસીપાત્ર બનું?
એકાંત માં મને મળી જાય હુકમ નું પાનું।

અહીં હું સર્વેસર્વા
ના કહું ' નરો વા કુંજરો વા'
ફક્ત કહું ' માં એ માં બીજા બધા વગડા ના વા'
શા માટે આવે છે બધા મને સતાવવા?

મને સતાવવા Mane
Wednesday, June 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

અહીં હું સર્વેસર્વા ના કહું નરો વા કુંજરો વા ફક્ત કહું માં એ માં બીજા બધા વગડા ના વા શા માટે આવે છે બધા મને સતાવવા?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success