મને મળશે ફળ Mane Poem by Mehta Hasmukh Amathaal

મને મળશે ફળ Mane

મને મળશે ફળ

મારું અંતર્મન ગદગદ થયું
માંહે પ્રજ્વલિત દીવો પ્રગટાવી ગયું
દીપાવલી નો શુભ સંકેત જ હશે
મેં તેને વધાવી લીધો હોંશે હોંશે।

દીવડા ઓ આમ જ પ્રકાશપુંજ ફેલાવતા હશે
મન માં રહેલો કડવાશ નો રંગ દૂર કરતા હશે
જીવન નો મતલબ ત્યારેજ સમજાય
જ્યારે બાજી હાથ માંથી સરકી થવાની થાય।

'બધાનું જીવન સુખમય રહે ' મન કથિત કથન નું ઉચ્ચારણ કરે
'ના હોય કોઈ બોજ સરપર' તેનું મનોમન મંથન કરે
ના કોઈ વેર કે ના કોઈ મન મુટાવ
બસ હોય તો સમભાવના નો લગાવ।

તહેવારો બસ નવા નવા પયગામ લાવે
મન માં ધીરે ધીરે એહસાસ કરાવે
'કૈંક તો ખોટુ નથી થતું ને તેની પ્રતીતિ કરાવે '
જીવન ના અંતરાળ ભાગ માં સત્ય ની પરખ કરાવે।

આજે નવા વર્ષ ની શરૂઆત
ના હોય કોઈ જૂની ઘટમાળ ની યાદ
માયલો થનગને અને પ્રેમથી ભેટે
આપણે હંમેશાજ તો રહીએ છીએ ત્રિભેટે।

આજે મને મળશે ફળ
કારણ કે મન ને વળી છે કળ
હું પ્ર્રાર્થના કરું રાખી સ્વસ્થ મનોબળ
'હે પ્રભુ, રાખજો બધાને અને મને સબળ।

મને મળશે ફળ Mane
Thursday, October 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 October 2017

Ketan Kapadia Happy New Year Like · Reply · 1 · 1 hr Remove

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 October 2017

welcome ketan kapadia Like · Reply · 1 · 4 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 October 2017

welcome kalpesh vyas Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 October 2017

welcome bhurabhai patel Like Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success