મને માફ કરજો Mane Maaf Poem by Mehta Hasmukh Amathaal

મને માફ કરજો Mane Maaf

મને માફ કરજો

આવો સંહાર!
સિરિયા માં નરસંહાર
ઉપર થી અગ્નિતાંડવ
નીચે થી બન્યો રકરંજિત માનવ।

ચાર લાખ માણસો મોતને ભેટયા
કેટલાયે પાણી ને પણ ના પામ્યા
પોતાના જ વતન માં શરમજનક ઘટના
પોતાનાજ બંધુઓ થી વિડંબના।

પ્રભુ ને અગ્રીમતા આપવા આટલી બધી ધર્માન્ધતા
અને પાછો પ્રચાર કે શહીદી પછી મળશે સ્વર્ગ માં અગ્રીમતા
કોણ આમને સમજાવશે કે ધરતી નું સ્વર્ગ જ છે મહાન?
અહીંજ છે આપણું પતન અને ઉત્થાન ।

ધરો એનું ધ્યાન, એ અહીંજ છે આપણી વચ્ચે
તમને કદી નહીં પાડવા દે નીચે
તેનામાં વિશ્વાસ વ્યક્ત કરો દિવસ અને રાત
તમને ઉપરજ ઉઠ્ઠાવશે અને નહિ થવા દે મહાત ।

આપણો મહામૂલો માનવ અવતાર
તેને કેમ કરીયે શર્મસાર!
ધર્મ ના થાય તો કોઈ ક્ષોભ નહી
ભોગવવું આપણે સદેહે અહીં।

કરો મન થી સદા પ્રાર્થના
અને અર્પિત કરો અર્ચના
'મને માફ કરજો ભૂલ થઇ જાય અજાણતા કે જાણતા'
કરું છું દિલ થી અભ્યર્થના અને લાઉ છું એક વચન અને માનતા।

મને માફ કરજો Mane Maaf
Sunday, December 25, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 December 2016

કરો મન થી સદા પ્રાર્થના અને અર્પિત કરો અર્ચના મને માફ કરજો ભૂલ થઇ જાય અજાણતા કે જાણતા કરું છું દિલ થી અભ્યર્થના અને લાઉ છું એક વચન અને માનતા।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success