મને રાખતી કોખ માં Mane Rakhti Poem by Mehta Hasmukh Amathaal

મને રાખતી કોખ માં Mane Rakhti

મને રાખતી કોખ માં

પ્રભુ, નથી જીવવું તારી દુનિયા માં
છતાં જીવ પરોવાયો છે છોકરા છૈયા માં
રોજ અપમાનિત અનુભવું છું
તેમ છતાં હું પ્રસંગો ને વર્ણવું છું।

ખુબ મહેનત કરી ઊછેર કરવા કાજે
રાત દિવસ પરિશ્રમ કર્યો કુટુંબ માટે
'બધા ના સુખ માં મારું સુખ ' જીવન કલ્પિત કરી રહ્યો
ના જોયું આગળ કે પાછળ બસ ગધામજૂરી કરતો રહ્યો।

હરેક મા માં બાપ ની ફરજ છે કે કુટુંબ ને શીળી છાયા મળી રહે
બધા હળી મળી ને રહે અને કલ્લોલ કરી રહે
હું પણ બધા ને જોઈને ખુબ ખુશ રહેતો
મારા ઘરની વાત સુખે થી કહેતો।

'સુખ પછી આવે દુઃખ' આવા કાળા ડિબાંગ વાદળો
મારાપર થયો હુમલો અને હું ઘેરાણો
પત્ની થઇ પરલોક અને મેં મૂકી પોક
મને હજુ યાદ છે એનો માટે બધા આવ્યા પેલા ચોક।

'સોનુ થઇ ગયા બા 'કેવો સરસ અને સાલસ સ્વભાવ
હું ના સમજી શક્યો તેમના હાવભાવ
પણ એટલું તો લાગ્યું કે હવે ઘટશે મારા ભાવ
ભરવો પડશે કોઈ કૂવો કે પછી વાવ।

જીવન માં સંધ્યા નું આગમન
ના લાગે કોઈ જગા એ મન
નિવૃત્ત જીવન કાળ સમાન ભાસે
મિત્રો પણ જોજન દૂર ભાગે।

હા, કેહવું છે મારે ઘણું ઘણું
વલણ હોય જરા કુણું કુણું
થોડો કે તો મને સમય આપે!
શા માટે દૂરથી જ જાકારો આપે?

'એકલા આવ્યા ને એકલા જવાના'
ક્યાં સાથે આવવાની છે મતા કે નામના?
પરિવર્તિત થઇ જાશું ઉડી જાય તેવી રાખ માં
'માતા હતી એકજ જે હંમેશા મને રાખતી કોખ માં'

મને રાખતી કોખ માં Mane Rakhti
Friday, January 6, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 January 2017

welcome syahee.com syahee.com Syahee.com is a free platform to read, write and share… SYAHEE.COM Unlike · Reply · Remove Preview · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 January 2017

Katie Tyrell Thanks my dear friend. One who is in my life deserves appreciations, recognitions and love! Pain is a fertilizer of Love! Good morning from me and God bless you! No automatic alt text available. Unlike · Reply · 1 · 1 hr · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 January 2017

'એકલા આવ્યા ને એકલા જવાના' ક્યાં સાથે આવવાની છે મતા કે નામના? પરિવર્તિત થઇ જાશું ઉડી જાય તેવી રાખ માં 'માતા હતી એકજ જે હંમેશા મને રાખતી કોખ માં'

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success