મનોદશા...Manodasha Poem by Mehta Hasmukh Amathaal

મનોદશા...Manodasha

Rating: 5.0

મનોદશા
શનિવાર,23 માર્ચ 2019

કરશો ના કોઈ શોક મન માં
આવું તો બનતું રહેશે જીવન માં
કોઈ આવે ને કોઈ જાવે
આ માટે મન ને ખુબ સમજાવે।

આપણે બધા એક ડાળના પંખી
કોઈ રહે સુખી ને કોઈ દુઃખી
જીવન થી કદી મુખ ના મોડો
થોભો ને જુઓ ધીરજ ને, આપો મોકો થોડો।

જીવન ના મનોરથ ના થાય પુરા
મન માં ના લાવશો શંકા જરા
મોહ જ છે આપનો દુશ્મન
કદી ના કળવા દેતો મન।

લાખ મનાવ્યો પણ રૂઠી જાતો
તેનો સ્વભાવ ના સમજાતો
આમ તો સંકજા માં રહેતો
પણ મનોમન અવજ્ઞા કરતો।

આ છે આપણી મનોદશા
સમજી લો આવવાની છે અવદશા
આપણા માટે ચાલી રહી છે મહાદશા
સમજી ને ચાલવા નુ છે ધ્યાન મા રાખી દુર્દશા

હસમુખ અમથાલાલ મહેતા

મનોદશા...Manodasha
Saturday, March 23, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success