મનોરથ Manorath Poem by Mehta Hasmukh Amathaal

મનોરથ Manorath

મનોરથ

આ જગત છે પાષાણ
પણ વર્તાય છે એની આણ
કેટલાય જીવો શાંતિ ને તરસે
આ મહામૂલો તહેવાર જીવતર ને તારશે।

કેટકેટલાય કોડ
કેવી નવતર હોડ
પ્રભુ ને ચરણે દિલ થી અને પાવન વિચારો થી
સમર્પિત સાધના દિલ ના ખરા ક્ષમાપન થી।

કેટલા બધી તપસ્યા
ને કેટલી બધી આસ્થા કરે હૈયા
પ્રભુ સફળ હોજો જીવન
અહિંસા અને દયા રહેજો આજીવન।

આજે ખમાવશું સગળા જીવો ને
પ્રતિક્રમણ કરતી વેળા યા ક્રિયા કરી ને
જીવતર નો બોજ પ્રભુ હલકો કરજો
બધાને હૈયે આજ માફી નો ભાવ હજો।

જીવતર મળ્યું છે જીવ વા કાજે
પ્રભુ ને શરણે રહેવા અને સાત્વિક જીવન માટે
લળી લળી લઉ મન માં એક જ અભિગમ
મારા મન માં હોજો બધા પ્રત્યે અનહદ પ્રેમ।

આજે મને ખરા દિલ થી ક્ષમા અર્પજો
ગર્વ નો અને ધર્મ નો વારસો આપી ગયા છે પૂર્વજો
બસ આપણે હંકારવાનો ધર્મ રૂપી રથ
'મિચ્છામિ દુક્કડમ' નો જ છે આજે મનોરથ

મનોરથ Manorath
Friday, August 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 August 2017

welcome tushar pandya LikeShow More Reactions · Reply · 1 · 8 mins Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 August 2017

welcome jatin vyas LikeShow More Reactions · Reply · 1 · 8 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 August 2017

આજે મને ખરા દિલ થી ક્ષમા અર્પજો ગર્વ નો અને ધર્મ નો વારસો આપી ગયા છે પૂર્વજો બસ આપણે હંકારવાનો ધર્મ રૂપી રથ મિચ્છામિ દુક્કડમ નો જ છે આજે મનોરથ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success