મન તો છે જ, , Manto Poem by Mehta Hasmukh Amathaal

મન તો છે જ, , Manto

Rating: 5.0

મન તો છે જ

મંગળવાર,24 જુલાઈ 2018

પ્રેમ એટલે સ્વર્ગ
કિરણો હોય એના ઉત્સર્ગ
પ્રેમાળ હાથ અને મધુર સ્નેહ
નર્યો નીતરતો પ્રેમ નો પ્રવાહ।

આના પારખા ના હોય
પ્રેમ વખાનો માર્યો ના હોય
વાસના ની કોઈ ગુંજાઈશ નથી
પ્રેમ માટે કોઈ ફરમાઇશ નથી

એતો અજાણતા જ થઇ જાય
મન માં અંકુર ફૂટતા જાય
ક્યારે એ વટવૃક્ષ થઇ જાય એની ખબર ના પડે!
અંતરમાં કદી કદી રડી પડે।

આ નો મહિમા ગાવો
એટલે પ્રેમ નો પાવો વગાડવો
બીજાના મન ને મોહિત કરવું
પણ વ્યક્તિ નું અહિત કદી ના કરવું।

પ્રેમ ની કોઈ ના હોય માયાજાળ
એની તો ફક્ત હોય સારસંભાળ
કોણ કરશે એની દેખભાળ?
જો બધા જ ચડાવશે આળ।

કોઈના માં મોહી પડવુ
અને પાછળ થી રડવું
આ છે નરી ધેલછા
પ્રેમ ની છેલ્લી પરાકાષ્ટા।

ના મળે કદી મનચાહ્યું
તો ના સાંભળશો કોણે શું કહયું!
મન તો છે જ કહ્યાગરૂં
સાચવી લે જો બંને ની આબરૂં।

હસમુખ અમથાલાલ મહેતા

મન તો છે જ, , Manto
Tuesday, July 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ના મળે કદી મનચાહ્યું તો ના સાંભળશો કોણે શું કહયું! મન તો છે જ કહ્યાગરૂં સાચવી લે જો બંને ની આબરૂં। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success