માનવી મટી ગયો છે..Manvi Poem by Mehta Hasmukh Amathaal

માનવી મટી ગયો છે..Manvi

માનવી મટી ગયો છે

આજે તો દારૂ ની નદીઓ વહેતી હોય
તેમા પીને વસ્તી મસ્ત રહેતી હોય
આખી વસ્તી માં ફક્ત નામના જોરેજ જોહુકમી હૉય
તેવા સમાજ માં મારે કરવાનું પણ શું હોય?

કામ કોઈને કરવું નથી
રાતોરાત લખપતી થવું છે
બીજાનું ફુલેકુ ફેરવી ઠરીઠામ થવું છે
સમાજ ના મોવડી અને સારા કેવડાવવું છે

સારા કામનો નશો મને ચડ્યો છે
પણ આ સંસાર નો બોજ કૈંક જુદું બોલ્યો છે
આ કામ તારા સ્વભાવ ની વિપરીત છે
તારું આ વલણ અણવિચાર્યુઁ અને ત્વરિત છે

ભગવાન પાસે અરજ કરો
ખુશ રહો અને રાજ કરો
ના કરી શકો ભલું તો દૂર થી જોયા કરો
બળતા માં ઘી કદી હોમા ના કરો

જનમ જ છે આપનો દુર્લભ
દેવો ને પણ ના હોય આટલો સુલભ
આપણે એને સાર્થક કરવાનો છે
જીવતર રળવાનો એક પરવાનો છે।

તેવા સમાજ ની આપણ ને શી કલ્પના હોય!
લોકો ને સ્વાતંત્રતા અને દાસતા સાથે મળી હોય
તારું અને મારું, બાકી બધું કામ થાય પરભારું
શા ને થાય કદી કોઈ પણ કામ સારૂ।

ખાયકી થી ખદબદે સરકારી તંત્ર
' લુંટ જ લુંટ" એક છે મંત્ર
જૂઠ બોલવું એ એક સિદ્ધાંત થઇ ગયો છે
માનવી જાણે માનવી મટી ગયો છે।

માનવી મટી ગયો છે..Manvi
Saturday, March 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success