મારા અભિનંદન
Monday, April 15,2019
10: 07 PM
સંબંધો ની કોઈ વ્યાખ્યા ના હોય
બસ અંદર થી જ એનો અનુભવ થાય
એક બીજા પ્રત્યે લાગણી નું પૂર ઉમટી આવે
ઘણીવાર વિચારો મોં આપણ ને વિચલિત કરી જાએ।
મારો સંબંધ ઘણો જૂનો
તમારા પાપા મમ્મી અણમોલ ખજાનો
મનેકદી ના લાગે આનુભૂતિ પારકાની
બસ અમે વાતો કરતા રહીએ સુખદુઃખ ની।
તામારા જમદિવસ પર મારા અભિનંદન
તમારું ઘર જ છે નંદનવન
આશીર્વાદ સદા રહે તમારા બધા પર
હુંતો નહિ ભૂલી શકું તમોને જીવનભર
" અતુલ તો ઘણો નાનો છે, કે, કરો ઉતાવળ "
પાપા કહે, ના હવે તે થઇ ગયો જુવાન
હું ફરી જોતો તારા સામે
પણ મને લગ્ન નું નામ ઘણું ગમે।
આવા અમારા સંસ્મરણો સામે આવે
બધું નજર સમક્ષ તાણી લાવે
એક જુદીજ દુનિયા નું દર્શન થાય
જેમાં ફક્ત અને ફક્ત સ્વાર્થરહિત દુનિયા દેખાય
આવો સંગમ ભાગ્યેજ પ્ર્રાપ્ત થાય
અને થાય તો સુવર્ણ યોગ કહેવાય
દૂર રહેવા છતાં પાસે અનુભવાય
મનવાતો કરે અને સંભળાય
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Bhadresh Bhatt 1 mutual friend Message welcome Tum Yang Hang Limbu 72 mutual friends