મારુ બલિદાન.. Maru Poem by Mehta Hasmukh Amathaal

મારુ બલિદાન.. Maru

Rating: 5.0

મારુ બલિદાન
શુક્રવાર,25 ઓક્ટોબર 2019

નિસાસો આવી ગયો
મારા મન ને હચમચાવી ગયો
હું ઉભો હતો લાંબો ફરસો લઈને
બકરા ની કુરબાની આપવા ને।

તેની આંખો એ મને ઘણુ બધુ કહી દીધુ
કહીદે ને તારી માન્યતા નેસીધુ સીધુ
તારે વધ કરવો છે પરંપરા ને લીધે
તારા અહં ને પોષવા ને કાજે।

હાથ માં થી છરો પડી ગયો
મારાઆત્મા ને હલાવી ગયો
જો રાખવું જ છે મારા ધરમ નું માન
તો શા માટે ના આપું મારા દીકરાનું બલિદાન?

અબોલ પ્ર્રાણી નો જીવ નાજાસે
મારા ત્યાગ નો ના કોઈ અર્થ સરસે!
આ તો બનાવી દીધો "એક ઉમદા કામ નો ફારસો"
પછી કાયમ નો રહી જશે વસવસો।

મન માં આતમ જ્ઞાન નો થયો ચમકારો
આને તો આપવો જ રહ્યો જાકારો
મારે બલિદાન નો અર્થ સમજવો જ રહ્યો
મારો અંતરાત્મા અંદર ને અંદર ડંખતો રહ્યો

જીવન આપણ ને કેટલું છે વહાલુ?
અજ્ઞાનતા ને લીધે કેમ હણવું બીજાનું
બધાએ સેવ્યું હશે સપનું સોહામણુ!
પછી કેમ કરી એ આપણે એને ડરામણુ ।

જીવવાનો હક છે તો જીવવાનુ
હક છેબધા ને જીવન ગુજારવા નુ
અબોલ પ્ર્રાણી નો જીવન કેમ લેવા નો?
પ્રણલેજો તમે જીવન ને બચાવવાનો।

જીવન તને જે મળ્યું છે
કુદરત નુ એક નજરાણુ છે
જીવન એક અપ્રિતમ સંભારણુ છે
પણ ભૂલી જવુ એ પણ "આપણું ગાણુ" છે

હસમુખ અમથાલાલ મહેતા

મારુ બલિદાન.. Maru
Friday, October 25, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 October 2019

જીવન તને જે મળ્યું છે કુદરત નુ એક નજરાણુ છે જીવન એક અપ્રિતમ સંભારણુ છે પણ ભૂલી જવુ એ પણ " આપણું ગાણુ" છે હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success