મારું ઘર ક્યાં, , Maru Ghar Kyaa Poem by Mehta Hasmukh Amathaal

મારું ઘર ક્યાં, , Maru Ghar Kyaa

મારું ઘર ક્યાં

મારું ઘર ક્યાં, મારું ઘર ક્યાં'?
મારા છતાં ઘરે મારે ભાત્ક્વુંન ક્યાં ક્યાં?
મારું મન વીંધાઈ ગયું અને ઘરડી આંખોનો વલોપાત જોઈ રહ્યો
'આ તમારુ જ ઘર છે''જ્યારે ઈચ્છા થાય ત્યારે આવતા રહો, મેં દીલાસો આપ્યો :

નાં જીરવી શક્યા આઘાત ને
'મારે તો આમજ ભટકવાનું ને'
'નીકળી જા મારા ઘર માં થી '
કેહતા કેહતા રડી પડતા જાણે ઘવાયા હોય બાણ થી।

'મારા બંને દીકરા મને દગો દઈ ગયા'
સુખ ચેન ને જાણે હાથમાંથી હરી ગયા
આવા જીવને થોડા દિવસ માટે દુર રેહ્વાનો વારો આવ્યો
સમય તો વર્તારો તો જુઓ 'સાથે અંત પણ લેતો આવ્યો'

થઇ દઈ યાદવાસ્થળી મરતા ની સાથે
નવા નવા સંબંધી આવી બેઠા માથે
બસ એકજ નિર્ણય ' મૂકી દો કોલ્ડ સ્ટોરેજ માં'
ત્યાંથી બારોબાર સ્મશાન માં।

મરણ પછી નો મલાજો નાં સચવાણો
જાણે અધીરાઈ હતી કે ક્યારે સુરજ આથમવાનો?
વાર્તા પૂરી થઇ ગઈ, એમની સવારી બહારજ નીકળી ગઈ
બધાની જીવંત લાગણી આમજ ઓગળી ગઈ।

'મારી મારે, મારી મારે' વહાલ એકદમ ધસી આવ્યું
પણ લોકો બની આંખો પાણી નાં લાવ્યું
બધાને બનાવતી નાટક નું જીવંત પ્રસારણ લાગ્યું
પણ માજી માટે નું વર્તન બધા ને સાલ્યું। ,

એના જીવને મરતા સુધી શાંતિ નાં આપી
મૃત્યુ ની જાણ પણ સસ્તા માં પતાવી દિધી
'બાને પાણી પૂરી ભાવતી અને ઘણું બધું'
બધા ભેગા થયા અંને જાતે ખાધું પીધું।

બધાને મન ની શાંતિ થઇ
જેને જે આપવાનું હતું તે આપતી ગઈ
પાછળ તો બસ એકજ લાગણી મુકતી ગઈ
બસ મારી સાધના અને મેહનત અફળ ગઈ।.

મારું ઘર ક્યાં, , Maru Ghar Kyaa
Saturday, April 30, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 April 2016

બધાને મન ની શાંતિ થઇ જેને જે આપવાનું હતું તે આપતી ગઈ પાછળ તો બસ એકજ લાગણી મુકતી ગઈ બસ મારી સાધના અને મેહનત અફળ ગઈ।.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success