મટાડી દો વ્યથા Matadi Poem by Mehta Hasmukh Amathaal

મટાડી દો વ્યથા Matadi

મટાડી દો વ્યથા
Friday, March 30,2018
11: 42 AM

સરોવર અને તળાવ છલકાઈ ગયા
મારા મન નો ભાર હલકો કરતા ગયા
મેં તો કર્યો હતો પવિત્ર પ્યાર
જ્યારે આંખો થઇ ગઈ ચાર।

કેમ થતા હશૅ લોકો પ્યાર ના દુશ્મન?
કેમે કરતા હશે યુગલ પર દમન
શું પ્યાર કરવો છે ગુનો?
કે પછી લેવો પડે છે પરવાનો?

મારું મન વિચલિત થઇ ગયું
કે અચાનક આ શું થઇ ગયું?
કેમે કરાવ્યું હશે કારસ્તાન!
કોને સંભળાવું હું દાસ્તાન।

મારું મન કડવાહટ થી ભરાઈ ગયું
આંખો ને આંસુઓ થી છલકાઈ ગયું
પ્રેમ કરવો કે પછી પાછા પગલાં ભરવા
મારો તો આત્મા પડી ગયો મરવા।

કદાચ પંચાયત ભરાશે
મારા વિરુદ્ધ ચુકાદો આવશે
સરેઆમ ચીરહરણ થશે
કદાચ મારું અપહરણ પણ કરી દેશે।

જાલીમ લોકૉ ની કમી નથી
સાચા પ્રેમ ની નીલામી થતી નથી
યુગેયુગ માં પ્રેમ નો વિજય જ થયો છે
પણ સરેઆમ એમનો વધ પણ થયો છે।

પ્રેમ નો આવરો આમ રૂંધી નથી શકાયો
નદી નો પ્રવાહ જાણે બીજી કોર ફંટાયો
વિઘ્નો થી પ્રેમ અટકાવી શકતો નથી
એક ને મારો તો બીજાનો ઉદગમ રોકાતો નથી।

પ્રેમ એ તો ઈશ્વર ની સરવાણી
તેની થવાદો છુટે હાથે લ્હાણી
પ્રેમ ની તો થઇ જશે અમરકથા
વેરજેર ની મટાડી દો વ્યથા।

મટાડી દો વ્યથા Matadi
Friday, March 30, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 March 2018

પ્રેમ એ તો ઈશ્વર ની સરવાણી તેની થવાદો છુટે હાથે લ્હાણી પ્રેમ ની તો થઇ જશે અમરકથા વેરજેર ની મટાડી દો વ્યથા।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success