મટી જશો
મંગળવાર,26 ફેબ્રુઆરી 2019
રક્ત ટપકતી લાશો આવી
મારી આંખો માં આંસુઓને લાવી
મારા સૈનિકો મોત ને ભેટ્યા
એ હતા બધા લંબરમૂછિયા।
દુશ્મને કર્યો પાછળ થી વાર
અને બની ગયી તવારીખ ગમખ્વાર
દેશ નો જુવાળ ભભૂકી ઉઠ્યો
"ખતમ કરો, ખતમ કરો " જનજન માં અવાજ ગુંજ્યો।
અમે જોઈ ઘણી પ્રતીક્ષા
આ હતી અમારી ધીરજ ની પરીક્ષા
દુશ્મન તેને નબળાઈ સમજ્યો
સમય ના તરંગ ને ના પારખી શક્યો।
થયો બુલંદ બદલો લેવાનો
દુશ્મન ને ભોંય ચાટતો કરવાનો
"દુશ્મને કરી છે ભૂલ" હવે સમય છે ભોગવવાનો
જે પણ આવી પડે તેને સહન કરવાનો।
મટી જશો તમે ધરતી ના પડપર
છવાઈ જશો લાશો બની અને ધરબાઈ જશો કબર
આ દેશ છે શુરવીરો નો
બહાદુરો નો અને શહીદો નો।
ના કરો અમારી ધીરજ ની કસોટી
વાગશે તમને કુદરત ની પણ સોટી
ભાગલા થઇ જશે તમારી ધરતી ના
પછી ક્યાં જશો મસ્તક ને છુપાવવા।
દેશે તમોને શું શું નથી આપ્યું?
બદલા માં તમે ખાલી ઝેર ને જ આંક્યું!
આખા જગત માં તમારા માટે થયુ થુ થુ
હવે ખૂટી ગયું છે તમારા માટે ભાથું।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Rupal Bhandari 26 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Bhadresh Bhatt 1 mutual friend