મૃત્યુલોક.. Mrityulok Poem by Mehta Hasmukh Amathaal

મૃત્યુલોક.. Mrityulok

Rating: 5.0

મૃત્યુલોક
મંગળવાર,2 ઓક્ટોબર 2018

કેમ આપ્યું હશે નામ "મૃત્યુલોક"
કદાચ આજ રસ્તો હશે જવા નો "પરલોક"
જવા વાળા પાછળ કેટલો બધો થાય શોક?
બધાજ રડે ભાન ભુલી ને અને મૂકે પોક।

ચારે બાજુ હોય રોકકળ
મન પણ થઇ જાય વિહ્વળ
નયન પણ થઈ જાય સજળ
અશ્રુ વહેવા માંડે જાને અવિરત જળ।

સમજે એના માટે બધુ
આપણે જ ઈચ્છીએ છીએ માયા વધુ
ધન જોઈને મુનિવર ચળે
જો વણમાગ્યું અનાયાસે મળે।

સ્વર્ગપણ અહીં છે
અને નરક પણ અહીં છે
સારા નરસા નો ભેદ પણ છે
ખરા ખોટા નો ખેદ પણ છે।

રહેવું અહિંયા અલ્પ
પણ નથી થતો કાયાકલ્પ
માયા અને ધનદૌલત નો જ સંકલ્પ
જીવન કેમ સુધારવું એનો શોધતા વિકલ્પ।

હસમુખ અમથાલાલ મહેતા

મૃત્યુલોક.. Mrityulok
Tuesday, October 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
A wonderful work 02 October 2018

A wonderful poem is shared.

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 October 2018

રહેવું અહિંયા અલ્પ પણ નથી થતો કાયાકલ્પ માયા અને ધનદૌલત નો જ સંકલ્પ જીવન કેમ સુધારવું એનો શોધતા વિકલ્પ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success