મૂર્ખતા Murkhta Poem by Mehta Hasmukh Amathaal

મૂર્ખતા Murkhta

મૂર્ખતા

માનવી ની છે ભવાઈ
એટલે આવેછે તવાઈ
શામાટે થઇ જાઓ છો ફુલણશી?
તમારી છે વિસાત શી?

તમે કહ્યું ' આપણે છીએ પામર'
બધુજ કરે છે ઈશ્વર
મર્યા બાદ થૈ જાય દેહ નશ્વર
ના બોલ સાંભળી શકશો કે ના કોઈ અક્ષર!

તમને એક વિસ્વાસ થાય છે
જેનો આગળ જતા વિકાસ થાય છે
તમારી માન્યતા દ્રઢ બને છે
જેના કાંગરા ઊંચા અને પછી ગઢ બને છે

તમારી ભાવના રહે ઉચ્ચ
અને જો રહો શુદ્ધ સાચેસાચ
કદી નહિ આવે આપને આંચ
તમે કદી નહિ અનુભવો સંકોચ।

પણ જો તમે છલકાઈ ગયા
મદ મસ્ત બની છાકટા બની ગયા
આથી તમારો રકાસ નિશ્ચિત છે
પતન ને તમે નોતરું આપ્યું છે।

રાજા રાવણ પણ હણાયો
પાછળ થી ખુબ પસ્તાયો
આપણે તો તેની સમક્ષ કઈ નથી
છતાં ખોટું કરતા અચકાતા નથી।

રહો સંયમ સાથે અને ના કરો સમજુતી
એતો થઈને જ રહેશે અને પછી થશે ફજેતી
ચડતી અને પડતી તો જીવન ની એક સત્યતા
આપણે કેમ કરવી પડે મૂર્ખતા?

મૂર્ખતા Murkhta
Friday, June 30, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success