ના કરો તો વિમાસણ Na Karo To Poem by Mehta Hasmukh Amathaal

ના કરો તો વિમાસણ Na Karo To

ના કરો તો વિમાસણ na karo to

હેત ને ના આવે હેત
ભલેને પકડો પછી ફેંટ
હેત ને દેખાડો તો આવે હેત
બાકિત તો બધા લાગે ભૂતપ્રેત। ના કરો તો વિમાસણ

મને થયું હેત મળશે ખુલ્લે બજાર
લઇ આવીએ નંગ હજાર બે હજાર
પણ આશું? એના પણ કાળાબજાર
વેચાય જેમ ખેતીના ઓજાર। ના કરો તો વિમાસણ

હેત થી હેત ઉભરાય
જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય
એનો સરવાળો કે બાદબાકી ના કરાય
પણ હંમેશાં એનો અનુભવ કરાય। ના કરો તો વિમાસણ

મારે મન એનો નથી કોઈ ઉપચાર
પણ એનો કરવો છે સદવિચાર
હેત કરવા કયાં રોકાણ કરવું પડે છે?
એતો જેમ કરો વધારે, તેમ વધી પડે છે। ના કરો તો વિમાસણ

હેત વાણી માં છલકાય
હેત આંખો થી પણ દર્શાવાય
એક બીજાને ભેટી ને પણ વર્ણવાય
હેત કોઈ જ નથી પર્યાય। ના કરો તો વિમાસણ

આજે જમાનો બદલાયો છે
હવામાં પણ પ્રદુષણ નો ફેલાવો છે
માનવતા મરી પરવારી છે
'હેત' દર્શાવાની ઘડી ઘણી કપરી છે। ના કરો તો વિમાસણ

આજે તો આંગળી આપો તો હાથ ને નુકસાન થાય
સંબંધો માં આંચ આવે અને જોખમાઈ જાય
હા કરો તો મુશ્કેલી માં આવી જાઓ
ના કરો તો વિમાસણ માં મુકાવી જાઓ। ના કરો તો વિમાસણ

ના કરો તો વિમાસણ Na Karo To
Thursday, October 6, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 October 2016

આજે તો આંગળી આપો તો હાથ ને નુકસાન થાય સંબંધો માં આંચ આવે અને જોખમાઈ જાય હા કરો તો મુશ્કેલી માં આવી જાઓ ના કરો તો વિમાસણ માં મુકાવી જાઓ। ના કરો તો વિમાસણ

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2016

xwelcoem shailesh patel Unlike · Reply · 1 · Just now 9 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2016

angel thys Unlike · Reply · 1 · Just now 7 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2016

x welcome mukeshbhai aptel Unlike · Reply · 1 · Just now 10 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2016

x welcome shaiklesh patel Unlike · Reply · 1 · Just now 10 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 October 2016

welcome het patel Unlike · Reply · 1 · Just now 3 hours ago

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success