ના કરો વાત
ગુરુવાર,9 સપ્ટેમ્બર 2021
ના કરો વાત જિંદગી ની
આ તો કૃપા છે પ્રભુની
સમય ની બલિહારી ની
અને આપણા આચરણ ની.
કેવું જીવ્યા અને શું કમાયા?
કેટલા ના કાળજા ઠાર્યા
અને કેટલા ના દુભાયા
અને પાછા ખુબ હરખાયા!
ક્યાંથી પામવાના આંબા
જ્યારે બાવળ વાવી હાથ કર્યા લાંબા
કુદરતે તો આપ્યું ખોબે ખોબા
પણ નીકળયા નોખા.
સાહેબી તો વીતી ગઈ
એ વાત જૂની થઇ ગઈ
વેળા ની કવેળા થઇ ગઈ
મોટ ની ઘડી આવી ગઈ.
વાહવાહી તો થઇ ગઈ
પણ મન ને મુજવતી ગઈ
મે કેટલો કેટલો દેખાડો કર્યો
પણ અંતે તો ખોટો જ ઠર્યો ને?
જીવન ની આજ છે વિડંબના?
બધા માર્યા છે નસીબ ના
બાકી પોલંપોલ જ છે
માટી ના માનવી એ એક માયા જ છે.
ડૉ. હસમુખ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem